/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Akshay-Kumar.jpg)
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય નાગરિકતા મેળવવાની માહિતી આપી (Photo: Akshay Kumar/Instagram)
Akshay Kumar Indian Citizen : બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકતા આપી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય નાગરિકતા મેળવવાની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મી દુનિયાના કરિયરમાં નિષ્ફળતા મળ્યા બાદ અક્ષય કુમાર ભારતીય નાગરિકતા છોડીને કેનેડામાં સ્થાયી થયો હતો. કેનેડામાં કામ કરવા માટે અક્ષય કુમારે ત્યાંની નાગરિકતા લીધી હતી. આવો જાણીએ વિદેશીઓને ભારતની નાગરિકતા કેવી રીતે મળે છે.
ભારતમાં નાગરિકતા મેળવવા માટે ભારતના નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ પાત્રતા હોવી જરૂરી છે. જો કોઈ વિદેશી ભારતની નાગરિકતા લેવા માંગે છે, તો તેણે ઓછામાં ઓછા 12 વર્ષ કે તેથી વધુ સમય સુધી ભારતમાં રહેવું પડશે. તે પછી જ તે ભારતમાં નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. સાથે જ જો કોઇના દાદા-દાદી કે પરિવારના કોઇ સભ્ય ભારતમાં રહે છે અને તે વિદેશમાં સ્થાયી થયા છે તો તે પણ પેઢીના આધારે નાગરિકતા માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો - સની દેઓલની ‘ગદર 2’એ રચ્યો ઇતિહાસ, પહેલા વીકેંડમાં જ મારી બાજી
ભારતમાં કેવી રીતે મળે છે નાગરિકતા?
કાયદા મુજબ જો ભારતનો કોઈ છોકરો કે છોકરી કોઈ વિદેશી સાથે લગ્ન કરે છે તો પછી બંને ભારતની નાગરિકતા માટે પાત્ર બને છે. જો કોઇ બાળકનો જન્મ ભારતની બહાર થયો છે અને તેના માતા-પિતા ભારતીય હોય તો તે ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે છે.
ઇન્ડિયન સિટીઝન એક્ટ 1955 હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે બીજી પણ યોગ્યતા બતાવવામાં આવી છે. આઝાદી બાદ જે સમયે ભારતે પોતાનું સંવિધાન લાગુ કર્યું હતું. તે સમયે દેશમાં રહેતા તમામ લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું, પછી ભલેને કોઈની પાસે કોઈ દસ્તાવેજો હોય કે ન હોય.
અક્ષય કુમારે નાગરિકતા મળવાની જાણકારી આપી
ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા નાગરિકતા મળવાની જાણકારી આપી હતી. અક્ષયે ઇન્ડિયન નાગરિકતા માટે 2019માં અરજી કરી હતી. જણાવી દઇએ કે થોડા વર્ષો પહેલા પાકિસ્તાની નાગરિક અને લોકપ્રિય ગાયક અદનામ સામીને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us