સેન્ટર બોર્ડ ઓફ સર્ટિફિકેટ દ્વારા અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ કેસરી ચેપ્ટર 2 (Kesari Chapter 2) ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સીબીએફસી અનુસાર કોર્ટરૂમનો રનટાઇમ 135 મિનિટ અને 6 સેન્કડ છે. આ ફિલ્મને 9 એપ્રિલ 2025 એટલે આજે ગુરુવારે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અક્ષય કુમાર કેસરી ચેપ્ટર 2 ની રિલીઝ 18 એપ્રિલે રિલીઝ થવાની છે, જેમાં અનન્યા પાંડે અને આર માધવન પણ મુખ્ય ભૂમિકામાં છે.
અક્ષય કુમાર કેસરી ચેપ્ટર 2 (Akshay Kumar Kesari Chapter 2)
અક્ષય કુમાર કેસરી ચેપ્ટર 2 ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરમાં તેણે કથકલી નૃત્યાંગના તરીકેની પોતાની એક અદ્ભુત તસવીર શેર કરી છે. બુધવારે અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું જેમાં તે તેની આગામી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ના પ્રમોશન માટે કથકલી નૃત્યાંગના તરીકે પોઝ આપતો જોવા મળે છે. “આ કોઈ પોશાક નથી. તે એક પરંપરાનું પ્રતિકારનું, સત્યનું, મારા રાષ્ટ્રનું પ્રતીક છે. સી શંકરન નાયરે હથિયારોથી લડ્યા ન હતા. તેમણે કાયદાથી બ્રિટિશ સામ્રાજ્ય સામે લડ્યા હતા અને તેમનામાં આગ હતી.”
આ પણ વાંચો: સની દેઓલની જાટ ફિલ્મ આજે થિયેટરમાં રીલીઝ, એકશનથી ભરપૂર ફિલ્મ જોવી કે નહિ?
કેસરી ચેપ્ટર 2 સ્ટોરી (Kesari Chapter 2 Story)
આ ફિલ્મ ઇતિહાસના એક પ્રકરણને ઉજાગર કરે છે, જેમાં શંકરન બ્રિટિશ સામ્રાજ્યને કાનૂની લડાઈમાં પડકારતી વખતે તેના દૃઢ નિશ્ચયને પ્રકાશિત કરશે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરમાં અક્ષય માધવન સાથે કાનૂની લડાઈમાં ફસાયેલો જોવા મળે છે, જે ક્રાઉનના બચાવ પક્ષના વકીલ નેવિલ મેકિનલીની ભૂમિકા ભજવે છે. ટ્રેલરમાં અનન્યાનો પરિચય પણ કરાવવામાં આવ્યો છે, જે એક વકીલ છે અને યુકેમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે. કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટ દ્વારા લખાયેલ પુસ્તક “ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર” પર આધારિત છે. તે 18 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.