Akshay Kumar Mahakal Chalo Song Controversy | મહાશિવરાત્રી (Mahashivratri) પહેલા બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નું મહાકાલ ચલો ગીત (Mahakal Chalo Song Release) રિલીઝ થઇ ગયું છે. ગીત રિલીઝ થતાંજ તેના પર વિવાદ શરૂ થઇ ગયા છે. ફેન્સને ગીત ખુબજ પસંદ આવી રહ્યું છે અને અક્ષય કુમારના પણ ભરપૂર વખાણ થઇ રહ્યા છે. પરંતુ ઉજ્જૈન ના મંદિર મહાકાલેશ્વર મંદિરના મુખ્ય પૂજારીએ તેના પર ચિંતા વ્યક્ત કરી છે,પુજારીને ગીતના કેટલાક સીન પસંદ આવ્યા નથી, જો કે કેટલાક લોકો કહે છે આ એક્ટરની પીઆર સ્ટન્ટ પણ હોઈ શકે છે.
અક્ષય કુમાર મહાકાલ ચલો ગીત વિવાદ (Akshay Kumar Mahakal Chalo Song Controversy)
મહાકાલ મંદિરના પૂજારી અને અય ભક્તો દ્વારા એવું કહેવાય છે કે ગીતમાં સીન બતાવામાં આવ્યા છે તે પરંપરા અને સનાતન ધર્મની વિરુદ્ધ છે, એક સીનમાં અક્ષય કુમાર શિવલિંગને પકડી રાખી છે અને શિવલિંગનો અભિષેક થઇ રહ્યો છે. શિવલિંગ પર પંચામૃત ચડવામાં આવી રહ્યું છે. આ સીનને વિવાદિત કહેવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Chhaava Box Office Collection Day 6 | છાવા સતત છવાઈ રહી છે ! છઠ્ઠા દિવસે આટલી કરી કમાણી
મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું કે ભસ્મ વાળો સીન પણ વિવાદિત છે, મહાકાલને પણ આ ભસ્મ ચડાવામાં આવી રહ્યું છે આ સિવાય બીજે કોઈ જગ્યાએ ભગવાન શિવને ભસ્મ ચડવામાં આવતી નથી પરંતુ આ ગીતમાં ભગવાન શિવની શિવલિંગ બનાવીને ભસ્મ ચડવામાં આવી રહ્યું છે.
ભગવાન શિવને લઈને પહેલા પણ વિવાદ થયો હતો
વર્ષ 2023 માં અક્ષય કુમારની ફિલ્મ ઓ ‘માય ગોડ 2’ ના સમય પર પણ ભગવાન શિવના એક સીનને લઈને વિવાદી થયો હતો, ભગવાન શિવના જળાભિષેક માટે રેલવેના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સીન પછી સોશિયલ મીડિયા ખરાબ રીતે ભડક્યા હતા, લોકોનું કહેવું છે કે આ સીનને લઈને તેમની લાગણી દુભાઈ છે. ત્યારબાદ સેન્સર બોર્ડએ ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટે ના પાડી હતી અને ફિલ્મને રીવીઝન કમીટીને મોકલવામાં આવ્યું હતું.