Akshay Kumar Sarfira : અક્ષય કુમારની સરફિરાનું ફર્સ્ટ લુક રિલીઝ, એક્ટર દાઢીવાળા અવતારમાં જોવા મળ્યો, ટ્રેલર આ તારીખે થશે રિલીઝ

Akshay Kumar Sarfira : સરફિરાએ સુર્યાના સૂરરાય પોટ્રુની રિમેક છે જે પોતે જીઆર ગોપીનાથના સિમ્પલી ફ્લાયઃ અ ડેક્કન ઓડિસીનું રૂપાંતરણ છે. કુમારની આગામી ફિલ્મ સુધા અને શાલિની ઉષાદેવીએ પૂજા તોલાનીના ડાયલોગમાં લખી છે.

Written by shivani chauhan
June 14, 2024 14:40 IST
Akshay Kumar Sarfira : અક્ષય કુમારની સરફિરાનું ફર્સ્ટ લુક રિલીઝ, એક્ટર દાઢીવાળા અવતારમાં જોવા મળ્યો, ટ્રેલર આ તારીખે થશે રિલીઝ
Akshay Kumar Sarfira : અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું ફર્સ્ટ લુક રિલીઝ, એક્ટર દાઢીવાળા અવતારમાં જોવા મળ્યો, ટ્રેલર આ તારીખે થશે રિલીઝ

Akshay Kumar Sarfira : અક્ષય કુમાર (Akshay Kumar) ની આવનારી ફિલ્મ સરફીરાનું પોસ્ટર (Sarfira Poster) રિલીઝ થયું છે. પોસ્ટરની પ્રેરક ટેગલાઇનમાં દર્શાવામાં આવ્યું છે, ‘એટલું મોટું સપનું જોવો કે તમને લોકો પાગલ કહે’ પોસ્ટરમાં જોવા મળે છે કે એક્ટરએ દાઢી રાખી છે અને તેના કેટલાક લક્ષ્યો પ્રત્યે મહત્વાકાંક્ષી દેખાય છે અક્ષય કુમારનો આ લુક અદભુત છ. એક્ટરએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જેમાં સરફીરા ફિલ્મ ફર્સ્ટ લુક (Sarfira Film First Look) અને રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.

Akshay Kumar Sarfira
Akshay Kumar Sarfira : અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું ફર્સ્ટ લુક રિલીઝ, એક્ટર દાઢીવાળા અવતારમાં જોવા મળ્યો, ટ્રેલર આ તારીખે થશે રિલીઝ

અક્ષય કુમાર સરફિરાનું ટ્રેલર (Sarfira Trailer) રિલીઝ ડેટ

અક્ષય કુમારની ફિલ્મઆ ફર્સ્ટ લૂક પોસ્ટરની સાથે, મેકર્સએ જાહેરાત કરી છે કે સરફિરાનું ટ્રેલર 18મી જૂને રિલીઝ થશે અને ફિલ્મ 12મી જુલાઈએ રિલીઝ થવાની છે. અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર આ વાત શેર કરતી વખતે લખ્યું, “એક માણસની સ્ટોરી જેણે મોટા સ્વપ્ન જોવાની હિંમત કરી. અને મારા માટે આ એક સ્ટોરીછે, એક પાત્ર છે, એક ફિલ્મ છે, જીવનભરની તક છે!”

આ પણ વાંચો: Jigra vs Devara : જીગરા અને દેવરા વચ્ચે ટક્કર ટળી, આલિયા ભટ્ટે પોસ્ટર શેયર કરી રિલીઝ ડેટ અંગે આપી વિગત

સરફિરા પોસ્ટર

સરફિરા ફિલ્મ વિશે

નિર્માતાઓના જણાવ્યા મુજબ, સરફિરા ફિલ્મ લોકોને પસંદ આવી શકે છે અને સામાન્ય માણસને મોટા સપના જોવા અને તેમની આકાંક્ષાઓનો પીછો કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરશે, પછી ભલે તે ગમે તેટલું અશક્ય લાગે. અક્ષય સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ, રાધિકા મદન અને સીમા બિશ્વાસ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

જુઓ ટીઝર

આ પણ વાંચો: Upcoming Movies: 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર મહાસંગ્રામ, અલ્લુ અર્જૂનની પુષ્પા 2 સામે ટકરાશે 3 બોલીવુડ મુવી

રિપોર્ટ અનુસાર, સરફિરા એ સુર્યાના સૂરરાય પોટ્રુની રિમેક છે જે પોતે જીઆર ગોપીનાથના સિમ્પલી ફ્લાયઃ અ ડેક્કન ઓડિસીનું રૂપાંતરણ છે. કુમારની આગામી ફિલ્મ સુધા અને શાલિની ઉષાદેવીએ પૂજા તોલાનીના ડાયલોગમાં લખી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ