બોલીવુડના ખેલાડી એક્ટર એટલે અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે છે. ફિલ્મની રિલિઝ પહેલા આજે તેનું બીજું સોંગ ‘કુડીયે ની તેરી’ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘કુડીયે ની તેરી’ સોંગમાં અક્ષય કુમાર અને મૃણાલ ઠાકુરની જોડી ફેન્સને ઘણી ગમી છે. આ સોંગમાં મૃણાલ ઠાકુના સિઝલિંગ લુક્સ ફેન્સની બહુ જ ગમ્યો છે.
‘કુડીયે ની તેરી’ અને મૃણાલ ઠાકુરનો લુક્સ ફેન્સને ગમ્યો
અપકમિગ ફિલ્મ ‘સેલ્ફી’ના નવા સોંગ ‘કુદીયે ની તેરી’માં એક બાજુ અક્ષય કુમાર તેના એક્શન રોલમાં જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ મૃણાલ ઠાકુર તેનો બોલ્ડ લુકમાં દેખાઇ રહી છે. ઉપરાંત ફેન્સ દ્વારા અક્ષય કુમાર અને મૃણાલ ઠાકુરની સિઝલિંગ કેમેસ્ટ્રીને પણ ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. ટુંકમાં કહીયે તો સેલ્ફી ફિલ્મનું બીજું ગીત ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
અક્ષય અને મૃણાલની સિઝલિંગ કેમેસ્ટ્રી પર ફેન્સ થઇ ગયા ફિદા
અપકમિંગ ફિલ્મ સેલ્ફીના આજે રિલિઝ થયેલા બીજા સોંગમાં અક્ષય કુમાર પોતાના એબ્સને ફ્લોન્ટ કરતી વખતે જબરદસ્ત ડાન્સ કરતા દેખાશે. તો એક્સ્ટ્રે મૃણાલ ઠાકુરે કેમેરાની સામે તેના લુકથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે. બંનેની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. ડાન્સ ઉપરાંત અક્ષય અને મૃણાલે એક્શન સીન પણ કર્યા છે. એક સીનમાં અક્ષય કુમાર પોતાના હાથથી હેલિકોપ્ટરને રોકતો દેખાઇ રહ્યો મળે છે તો મૃણાલ ઠાકુર બંદૂકથી દુશ્મનો પર ફાયરિંગ કરતી જોવા મળે છે.

ફિલ્મમાં કૈમિયો કરશે મૃણાલ ઠાકુર
આ ગીત The PropheC અને Zahrah S Khan દ્વારા ગાવામાં આવ્યું છે અને સંગીતકાર તનિષ્ક બાગજી દ્વારા રિક્રેએટ કરાયું છે. ઉપરાંત તનિષ્કે આ સોંગમાં કેટલાક નવા લિરિક્સ પણ સામેલ કર્યા છે. મૃણાલ ઠાકુરે અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીમાં કેમિયો કર્યો હતો. આ સિવાય ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા પણ આ ફિલ્મ જોવા મળશે.
તમને જણાવી દઈએ કે ‘સેલ્ફી’ ફિલ્મ એ વર્ષ 2019માં રિલિઝ થયેલી મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્ ની હિન્દી રીમેક છે, જેમાં પૃથ્વીરાજ અને સૂરજ વેંજારામુડુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. સેલ્ફી ફિલ્મના ડિરેક્શન રાજ મહેતાએ કર્યું છે. આ પહેલા તેણે અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ગુડ ન્યૂઝનું પણ ડિરેક્શન કર્યું હતુ. આ અપકમિંગ ફિલ્મ તે એક કોમેડી-ડ્રામા મૂવી છે, જે 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થશે. નોંધનિય છે કે, આની પહેલા અક્ષય કુમાર ફિલ્મ ‘રામ સેતુ’માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.
ફિલ્મ ‘સેલ્ફી’ની સ્ટારકાસ્ટ
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સેલ્ફી’ના પહેલા ગીત ‘મેં ખિલાડી’માં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની જોડીએ ધમાલ મચાવી હતી. રાજ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ સેલ્ફીમાં અક્ષય કુમાર સાથે ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી પણ જોવા મળશે.