Aakshay kumar’s OMG 2 censor certificate: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલના દિવસોમાં અપકમિંગ ફિલ્મ OMG 2 (ઓએમજી 2)ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ ‘ઓહ માય ગોડ’નો બીજો પાર્ટ છે, જેમાં ભગવાન અને ભક્ત વચ્ચેના ખાસ સંબંધને દર્શાવવામાં આવ્યો છે.
‘ઓહ માય ગોડ 2’ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. શ્રાવણનાં પવિત્ર મહિનામાં મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જે બધાને પસંદ આવ્યું હતું. આ દરમિયાન સૂત્રોને ટાંકીને સમાચાર છે કે સેન્સર બોર્ડે ફિલ્મને ગ્રીન સિગ્નલ આપ્યું નથી. હાલ આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી છે.
OMG 2 મૂવીને સર્ટિફિકેટ આપવા સેન્સર બોર્ડનો ઇન્કાર
તાજેતરમાં ફિલ્મ મેકર ઓએમજી 2 મૂવીનું ટીઝર રિલીઝ કર્યુ છે, જેમાં અક્ષય કુમાર ભગવાન શંકર અને પંકજ ત્રિપાઠી એક શિવભક્તના પાત્રમાં દેખાઇ રહ્યા છે. જો કે ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મ મેકર્સને ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચાડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, તેની પહેલા સેન્સર બોર્ડ તે ફિલ્મને જુએ છે, તેની સમીક્ષા કરે છે અને પછી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળે છે.
હાલમાં આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. સેન્સર બોર્ડે આ ફિલ્મને રિવ્યુ કમિટીને મોકલી છે, હવે તેમાં કોઈ ફેરફાર થશે કે કેમ અને ફિલ્મના સીન પર કોઈ કાતર ફેરવાશે કે કેમ, તે અંગે રિવ્યુ કમિટી અંતિમ નિર્ણય લેશે. સેન્સર બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને ફિલ્મ પર પ્રતિબંધ ન કહી શકાય, કારણ કે રિવ્યૂ કમિટી પહેલા ફિલ્મ જોશે અને ત્યારબાદ જ નિર્ણય લેશે.
આ પણ વાંચોઃ મલાઇકા અરોરા, નિક્કી તંબોલી અને શ્રુતિ હસન બોલ્ડ બ્યૂટી, ફ્રેન્સ થયા ફિદા , વીડિયો વાયરલ
OMG 2 મૂવી ક્યારે રિલીઝ થશે
તમને જણાવી દઇયેકે, આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની હતી. ફિલ્મના પ્રથમ પાર્ટ્સ OMG 1માં અક્ષય કુમાર અને પરેશ રાવલને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, કેટલાક લોકોએ ફર્સ્ટ પાર્ટ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ફર્સ્ટ પાર્ટમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને બીજા પાર્ટમાં શંકર ભગવાનની ભૂમિકામાં જોવા મળશે.