બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારનો સમય હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે. તેની ફિલ્મો સિનેમાઘરોમાં સતત નીચે પટકાઇ રહી છે. ફિલ્મો ફ્લોપ જવાનું વર્ષ 2022થી શરૂઆત થઇ છે. તે વર્ષમાં અક્ષય કુમારની મોટી ઐતિહાસિક ઘટના પર બનેલી ફિલ્મો પણ ખરાબ રીતે ફ્લોપ થઇ છે. આ સાથે આ વર્ષના પ્રારંભમાં તેની પહેલી રિલીઝ થયેલી ફિલ્મ ‘સેલ્ફી’ તો અત્યંત ખરાબ રીતે ફ્લોપ થઇ છે. અક્ષય કુમાર તેની ફિલ્મો સતત ફ્લોપ જવાને પગલે સારી ફિલ્મો માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ હાલ કોઇ રિસ્ક લેવા માગતા નથી. કારણ કે બોલિવૂડ પર પણ ઘણા સમયથી માઠી બેઠી છે. તેની ફિલ્મો પણ આજકાલ બોક્સ ઓફિસ ખાસ કઇ કમાલ બતાવી શકતી નથી. તેવામાં અક્ષય કુમારે ગઇકાલે સોમવારે તેના નવા રોમેન્ટિક ટ્રેક ‘ક્યા લોગ તુમ’નું અનાવરણ કર્યું.
બી પ્રાકના કંઠે ગવાયેલા આ ગીતમાં અક્ષય કુમાર અને અભિનેત્રી અમાયરા દસ્તુર લીડ રોલમાં છે. આ ગીતા લિરિક્સ જાની દ્વારા લખવામાં આવ્યાં છે અને તે પૈસા માટે પ્રેમમાં દગો મળવાની વાત કરે છે. આ વીડિયોની શરૂઆત અક્ષય કુમાર અને તેની સુંદર પત્ની અમાયરા સાથે એક ઇવેન્ટ પહેલા મેકઅપ રૂમમાં બેઠી હોય ત્યાંથી થાય છે. અક્ષય, જે ગાયક છે, તેની પત્નીને ખબર પડે કે તેણે તેનો ફોન રૂમમાં છોડી દીધો છે તે પહેલાં તે તેના પરફોર્મન્સ માટે નીકળી જાય છે. તે તેની પત્નીને તેના બોસ સાથેના અફેરના કિસ્સાને યાદ કર્યા હોય છે.
પત્નીએ આપેલા દગાની અવસ્થામાં અક્ષય ઇવેન્ટમાં મંચ પર આવે છે અને તેના ગીતમાં તેની પત્નીના અફેર વિશે સંકેત આપવાનું શરૂ કરે છે. અમાયરા હચમચી જાય છે જ્યારે તેને ખબર પડે છે કે તેનો પતિ આ બધું જાણે છે. જેમ તેનું પ્રદર્શન ખતમ થાય છે, તેણીને તેની ભૂલનો અહેસાસ થાય છે અને અક્ષયની પાછળ દોડે છે, પરંતુ તેના માટે હવે ઘણું મોડું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે,આ ગીત સાચા પ્રેમ કરતાં પૈસાને પ્રાધાન્ય આપવાના પરિણામો પર પ્રકાશ પાડે છે.
આ ગીતને શેર કરતાં અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે કે, “પેશ છે #KyaLogTum, એક ટ્વિસ્ટ સાથેનું દિલ તોડનાર ગીત! આખું ગીત હવે આઉટ. આના પર એક ચાહકે ટિપ્પણી કરી કે, “આ ગીતની વાઇબ ફક્ત વાહ છે!” “અક્ષય સર રૂલા દિયા આપને . જ્યારે અન્ય એક ચાહકે પ્રતિક્રિયા આપી કે, કોઈએ તો કોમેન્ટ કરી કે, “માસ્ટરપીસ હૈ બોસ “
મહત્વનું છે કે, અક્ષય કુમારનો બી પ્રાક સાથે પહેલો પ્રોજેક્ટ નથી. આ પહેલા પણ તેણે ફિલહાલ અને ફિલહાલ 2 ગીતો માટે સાથે કામ કર્યું હતું. બંનેને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ પણ વાંચો: સુધા મૂર્તિએ શાહરૂખ ખાન અંગે કહી આ મોટી વાત, આ કારણથી આખુ વર્ષ જોવી પડતી હતી ફિલ્મો
અક્ષય કુમારના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’માં જોવા મળશે. આ ફિલ્મ ઈદ 2024ના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અક્ષય કુમાર પાસે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સાથે OMG- Oh My God 2 પણ છે.