scorecardresearch

અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અપકમિંગ મુવી : બડે મિયાં છોટે મિયાં પોસ્ટર લોંચ, 2024માં ઇદ પર રિલિઝ થશે

Akshay Kumar Tiger Shroff Bade Miyan Chote Miyan : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ ‘બડે મિયાં છોડે મિયાં’નું પહેલું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 2024માં ઇદ પર રિલિઝ થશે.

Akshay Kumar Tiger Shroff Bade Miyan Chote Miyan
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની અપકમિંગ મૂવીનું બડે મિયાં છોટે મિયાનું પોસ્ટર ((Photo: akshaykumar insta)

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની અપકમિંગ ફિલ્મ ‘બડે મિયા અને છોટે મિયા’નું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બડે મિયા અને છોટે મિયા વર્ષ 2024માં ઇદ પર રિલિઝ થશે. સામાન્ય રીતે સુધી બોલીવુડના ભાઇજાન સલમાન ખાનની ફિલ્મો જ ઇદ પર રિલિઝ થતી હતી, જો હવે ભાઇજાન પણ આગામી વર્ષે ઇદ પર કોઇ નવી ફિલ્મ રિલિઝ કરશે તો સલમાન અન અક્ષયની ફિલ્મો સામસામે ટકરાશે.

ટાઇગર સાથે અક્ષય કુમારના સ્ટંન્ટ અને એક્શન જોવા મળશે

ટાઇગર શ્રોફ અને અક્ષય કુમારે તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર અપકમિંગ ફિલ્મ બડે મિયા અને છોટે મિયાના 3 પોસ્ટર રિલિઝ કર્યા છે. આ પોસ્ટરમાં તેઓ સ્ટન્ટ, એક્શન અને ફાયરિંગ કરતા દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુરામન પણ છે વિલના રોલમાં જોવા મળશે.

સ્કોટલેન્ડ, લંડન, ભારત અને યુએઈમાં શુટિંગ થયું

વર્ષ 2024માં ઇદના દિવસે રિલિઝ થનારી આ એક્શન ફિલ્મનું શુટિંગ સ્કોટલેન્ડ, લંડન, ભારત અને યુએઈના આકર્ષક લોકેશન પર થયું છે. આ ફિલ્મને સૌથી મોટા ટેકનિકલ અને ઇન્ટરનેશનલ એક્શન ક્રૂના સહયોગ સાથે શુટ કરવામાં આવી છે.

આ ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે. રિલીઝને લઈને ઉત્સાહિત અલી અબ્બાસે કહ્યું, “મને આટલી મોટી ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનવાનો આનંદ છે. બડે મિયાં છોટે મિયાં દર્શકોના દિલની ખૂબ જ નજીક છે અને પ્રેક્ષકો માટે આ કમ્બાઇન્ડ એન્ટરટેઇન્મેન્ટમાં મનોરંજનમાં તમામ તત્વો એક સાથે લાવવા એ એક કઠિન અને આનંદપ્રદ અનુભવ હતો. સૌથી મહત્વપૂર્ણ ઇદ-2024 પર તેને રિલિઝ કરવાનું નક્કી કર્યા બાદ પ્રેક્ષકો માટે પાવરફુલ મનોરંજન સાથે ઉત્સવનો આનંદ માણવો તે ચોક્કસપણે એક ટ્રીટ હશે!”

Tiger Shroff Action Video Instagram

તો ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર જેકી ભગનાનીએ ઉત્સાહપૂર્વક કર્યું કે, “પૂજા એન્ટરટેઈનમેન્ટમાં અમારા માટે આ એક માઈલસ્ટોન વર્ષ રહ્યું છે. બડે મિયાં છોટે મિયાં એ અમારા સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે અને ત્રણ દિગ્ગજો- અક્ષય સર, પૃથ્વીરાજ અને ટાઈગર સાથે કામ કરવાનું સ્વપ્ન સાકાર થયું છે.

મનોરંજનની સાથે વિશ્વસ્તરીય એક્શન સિક્વન્સ સાથે જોડાયેલી તેમની મનમોહક સ્ક્રીન એનર્જી લોકોના મન મોહી દેશે. ઇદ 2024 પર થિયેટરોમાં પ્રેક્ષકો આ બ્લોકબસ્ટર ફિલ્મના સાક્ષી બને તેની અમે રાહ જોઈ શકતા નથી.”

Web Title: Akshay kumar tiger shroff bade miyan chote miyan eid

Best of Express