અક્ષય કુમારની 'રામસેતુ' એ અજય દેવગણની ફિલ્મ 'થેંક ગોડ'ને પછાડી, કોણે કરી કેટલી કમાણી?

Ramsetu and thank god box office collection: 'રામસેતુ'એ ઓપનિંગના દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 'રામસેતુ'એ 'થેંક ગોડ'થી બમણી કમાણી કરી હતી.

Ramsetu and thank god box office collection: 'રામસેતુ'એ ઓપનિંગના દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 'રામસેતુ'એ 'થેંક ગોડ'થી બમણી કમાણી કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

થેંક ગોડ ફાઇલ ફોટો

ઓક્ટોબર માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં વિવિધ તહેવારો આવે છે. ખાસ કરીને દિવાળીના પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે દિવાળીના પર્વ પર ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે. આ વર્ષે દિવાળીના તહેવાર પર બોલિવૂડના બે દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગણની ફિલ્મો રિલીઝ થઇ છે. અક્ષય કુમારની 'રામસેતુ' અને અજય દેવગણની 'થેંક ગોડ' 25 ઓક્ટોબરે રિલીઝ થઇ હતી. આ બંને ફિલ્મોને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'રામસેતુ'એ અજય દેવગણની ફિલ્મને માત આપી હતી.

Advertisment

'રામસેતુ'એ ઓપનિંગના દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 'રામસેતુ'એ 'થેંક ગોડ'થી બમણી કમાણી કરી હતી. અક્ષય કુમાર, જેકલિન ફર્નાન્ડીસ તેમજ નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ 'રામસેતુ'એ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતમાં સારો બિઝનેસ કર્યો છે.

તરણ આદર્શના એહવાલ પર નજર કરીએ તો તેના મતે અક્ષય કુમારની 'રામસેતુ'એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર અજય દેવગણની ફિલ્મ 'થેંક ગોડ'ને પછાડી દીધી હતી. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, આગામી દિવસોમાં 'રામસેતુ' વધુ સારો બિઝનેસ કરશે.

150 કરોડના બજેટમાં બનેલી અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ' પહેલા દિવસથી જ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 15.25 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે 'રામસેતુ'એ 11.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શરૂઆતના આંકડા મુજબ ત્રીજા દિવસે એટલે કે ગુરુવારે 'રામ સેતુ'એ 7.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે બાદ ફિલ્મની કુલ કમાણી 34.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Advertisment

જો આપણે મલ્ટીસ્ટારર ફિલ્મ 'થેંક ગોડ'ની પહેલા દિવસની કમાણી અંગે વાત કરીએ તો પહેલા આ ફિલ્મ પોતાનો જાદુ બતાવી શકી ન હતી. અજય દેવગણની ફિલ્મ શરૂઆતમાં 8.10 કરોડમાં સમેટાઇ ગઇ હતી. જ્યારે ફિલ્મના રિલીઝના બીજા દિવસે 6 કરોડનું અને ત્રીજા દિવસે એટલે કે ગુરુવારે માત્ર ચારથી સાડા ચાર કરોડનું જ કલેક્શન થયું છે. આ સંજોગોમાં ફિલ્મનું કુલ કલેક્શન 18.10 કરોડ રૂપિયા થઈ ગયું છે. દેશભરના તમામ શહેરોમાં ફિલ્મની કમાણી ઘટી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અજય દેવગણ, સિદ્ગાર્થ મલ્હોત્રા તેમજ રકુલ પ્રીત સ્ટારર ફિલ્મ થેંક ગોડ રિલીઝ થાય તે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. જે અંગે હવે નિર્ણય નવેમ્બર માસમાં આવશે. મહત્વનું છે કે, ફિલ્મમેકર્સ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી અને હિંદુ દેવી દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ છે.

celebrities મનોરંજન ન્યૂઝ