પ્રશંસકોની આતુરતાનો અંત! આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કહ્યું... દીકરીનું નામ 'રાહા', આ નામનો અનેક અર્થ

Alia bhatt and Ranbir kapoor daughter name: આલિયાએ તેની બાળકીનું નામ (Alia bhatt Baby Name) જણાવતા સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે. આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે (Neetu kapoor) રાખ્યું છે.

Alia bhatt and Ranbir kapoor daughter name: આલિયાએ તેની બાળકીનું નામ (Alia bhatt Baby Name) જણાવતા સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે. આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે (Neetu kapoor) રાખ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે રાખ્યું છે. આલિયા ભટ્ટની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવજાત બાળકીનું નામકરણ થઇ ગયું છે. બાળકીનું નામ ખુબ જ યુનિક અને સુંદર રાખવામાં આવ્યું છે. આલિયાએ તેની બાળકીનું નામ (Alia bhatt Baby Name) જણાવતા સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે. આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે રાખ્યું છે.

Advertisment

આલિયાએ કરેલી પોસ્ટ અંગે વાત કરીએ તો તેને એક ઝાંખી તસવીર શેર કરી છે. જેમાં તે અને રણબીર તેની પુત્રી સાથે જોવા મળી રહ્યા છે. રણબીરની ગોદમાં તેની બાળકી છે, જે તેના માથા પર હાથ ફેરવતો નજર આવે છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Alia bhatt instagram) પર તસવીર શેર કરી તેની બાળકીના નામ વિશે ખાસ માહિતી શેર કરી છે. આલિયાએ જણાવ્યું છે કે, તેની બાળકીનું નામ 'રાહા' રાખવામાં આવ્યું છે. આ સાથે આલિયાએ 'રાહા'નો (Raha) મતલબ પણ જણાવ્યો છે.

આલિયાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'રાહા'નો વિશાળ મતલબ છે. 'રાહા'નો મતલબ દિવ્ય રાસ્તા છે. સંસ્કૃમાં રાહાનો અર્થ કુલ, વંશ, કુટુંબ કે ધરાના કહી શકાય છે. જ્યારે બંગલામાં 'રાહા'ને રેસ્ટ, આરામ, રિલીફ કહેવામાં આવે છે. તો અરેબિકમાં શાંત અને ખુશિયા, આઝાદી તેમજ કલ્યાણ પણ થાય છે. આલિયાએ વધુમાં પોસ્ટમાં લખ્યું છે કે, આ નામ અનુસાર પ્રથમ ક્ષણમાં જ અમે આ તમામ વસ્તુનો અનુભવ કર્યો છે.

publive-image

આલિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, અમારી લાઇફ શરૂ જ થઇ હોય, થેન્કયૂ રાહા, અમારી લાઇફમાં જીંદગી ભરવા માટે.
આલિયા ભટ્ટની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન આ વર્ષે 14 એપ્રિલના રોજ સિમ્પલ રીતે થયા હતા. લગ્નના બે મહિના બાદ જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કરી પ્રશંકોને ખુશ કરી દીધાં હતા.7 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટે લક્ષ્મીને જન્મ આપ્યો હતો. જે બાદથી પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા કે, આલિયા-રણબીર તેની બાળકીનું નામ શું રાખશ?

Advertisment
celebrities આલિયા ભટ્ટ મનોરંજન ન્યૂઝ