હાલ આલિયા ભટ્ટ કોઇના કોઇ કારણોસર સમાચારમાં ચમકે છે. આલિયા ભટ્ટ પહેલાં તેની રિલેશનશિપને લઇ ચર્ચામાં રહેતી હતી. ત્યારે હાલ તે પ્રેગનેન્સીને લઇ અવાર નવાર ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટના ફેન્સ આતુરતાથી બેબી શાવરની વાટે હતા. જેનો હવે અંત આવ્યો છે. આલિયા ભટ્ટની સીમંતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આલિયા ભટ્ટના સીમંતમાં ઘણી બોલિવૂડ હસ્તિયો આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. આલિયાના સીમંતમાં બંને પરિવાર અને આલિયાના ફ્રેન્ડ્સ પણ સામેલ થયા હતા. નીતૂ કપૂર, કરિશ્મા કપૂર તેમજ કરણ જોહર, મહેશ ભટ્ટ, આકાંક્ષા રંજન તથા રિદ્ધીમાં કપૂર, અયાન મુખર્જી સહિત રોહિત ધવને આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આલિયા અને રણબીર કપૂર સીમંતનું ફંકશન તેના ન્યૂ હાઉસ બાંદ્રામાં રાખ્યું હતું. આ દરમિયાન આલિયા ભટ્ટના ચહેરા પર માં બનવાનો ગ્લો ચમકી રહ્યો છે.
આલિયાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો આલિયા રણવીર સિંહ સાથે ‘રોકી અને રાનીની પ્રેમ કહાની’ અને ‘જી લે જરા’માં નજર આવશે. જી લે જરામાં કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.
જ્યારે રણબીર કપૂર લવ રંજનની ફિલ્મ લવ રંજનની ‘અનામ’ ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થશે. આ ફિલ્મ બાદ રણબીર કપૂર પાસે બીજો એક મોટો પ્રોજેક્ટ છે. જેમાં તેઓ મંદાના સાથે નજર આવશે. આ ફિલ્મનું નામ અનિમલ છે. જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્રારા કરવામાં આવી રહ્યું છે.