Alia Bhatt Business Investment And Net Worth : આલિયા ભટ્ટ બોલીવૂડની સૌથી સફળ એ ગ્રેડની અભિનેત્રીઓ પૈકીની એક છે. આલિયાએ બોલીવૂડની ફિલ્મો ઉપરાંત હોલિવૂડ સિરિઝ હાર્ટ ઓફ સ્ટોનમાં પણ કામ કર્યું છે. તેણે લગભગ 20 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં બ્રહ્માસ્ત્ર – ભાગ 1: શિવા, ગંગુબાઈ કાઠિયાવાડી, ગલી બોય અને રાઝી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આલિયાની કુલ 7 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી છે. આજે 15 માર્ચ 2024ના રોજ આલિયા ભટ્ટ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે અને ફિલ્મોમાં શાનદાર કરિયરની સાથે રિયલ લાઈફમાં માતા અને પત્નીનો રોલ પણ કરી રહી છે. ચાલો તમને આલિયા ભટ્ટની વૈભવી જીવનશૈલી, ઘર, મોંઘીદાટ કાર, રોકાણ અને તેની નેટવર્થ વિશે જણાવીએ.
બિઝનેસ વુમન છે આલિયા ભટ્ટ (Alia Bhatt Business)
આલિયા ભટ્ટ ફિલ્મની સાથે સાથે બિઝનેસમાં પણ એક્ટિવ છે. આલિયા એ D2C બિઝનેસ મોડલ સાથે એડ-એ-મમ્મા (Ed a Mamma) બ્રાન્ડ લોન્ચ કરી અને બિઝનેસ વર્લ્ડમાં એન્ટ્રી કરી. આ બ્રાન્ડ બાળકો માટે પ્લેવેરની વિશાળ રેન્જ પ્રદાન કરે છે. આલિયાની આ બ્રાન્ડ શ્રેષ્ઠ ક્રિયેટિવિટી અને ડિઝાઇન સાથે સમાધાન કર્યા વિના બેસ્ટ વિકલ્પો પ્રદાન કરે છે. આલિયા આગામી સમયમાં આ બ્રાન્ડ હેઠળ પુસ્તકો પર ઓફર કરવાનો ઇરાદો ધરાવે છે. એડ-એ-મમ્માનું ટર્નઓવર લોન્ચિંગના એક વર્ષમાં 150 કરોડ સુધી પહોંચી ગયું છે.
આલિયા ભટ્ટ ક્યા કરે છે રોકાણ (Alia Bhatt Business Investment)
આલિયા ભટ્ટે ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. આલિયાએ Phool.Co નામની આ બ્રાન્ડમાં જબરદસ્ત રોકાણ કર્યું છે. તે આઈઆઈટી કાનપુરની ડીટુસી વેલનેસ કંપની છે. આલિયાએ આ સ્ટાર્ટઅપમાં કેટલું રોકાણ કર્યું છે એ તો ખબર નથી, પરંતુ પર્યાવરણ અને ધરતીને બહેતર બનાવવાનો આલિયાનો ઇરાદો એના રોકાણમાં જોવા મળે છે.

આલિયા ભટ્ટીની ગણતરી દેશની સફળ અને પ્રભાવશાળી મહિલાઓમાં થાય છે. તેણે બિઝનેસમાં ઘણી વધુ મહિલાઓને સશક્ત બનાવવાનું પણ નક્કી કર્યું છે. આલિયા, નાયકામાં રોકાણ કરનાર પ્રારંભિક રોકાણકારોમાંની એક છે. નાયકાની શરૂઆત જુલાઈ 2020માં કરવામાં આવી હતી અને ફાલ્ગુની નાયર તેના સ્થાપક છે. નાયકા કંપનીના બ્લોકબસ્ટર પબ્લિક લિસ્ટિંગ સમયે આ કંપનીમાં આલિયાનું રોકાણ થોડા મહિનામાં 10 ગણું વધીને 54 કરોડ રૂપિયા થઇ ગયું છે. આ ઉપરાંત આલિયા ભટ્ટે મુંબઇના પર્સનલ સ્ટાઇલિંગ પ્લેટફોર્મ સ્ટાઇલ ક્રેકરમાં પણ રોકાણ કર્યું છે.
આલિયા ભટ્ટ બની ફિલ્મ પ્રોડ્યુસર
અભિનેત્રી તરીકે ખૂબ જ સફળ કારકિર્દી બનાવનાર આલિયા ભટ્ટે પણ નિર્માતા તરીકેની પોતાની પ્રતિભાનો પરચો દેખાડયો છે. તેણે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી ડાર્લિંગ્સનું નિર્માણ કર્યું છે. તેની પાસે એક પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ તેની પર્સનાલિટીને પ્રતિબિંબિત કરે છે. તેના પ્રોડક્શન હાઉસનું નામ ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ છે.
આલિયા ભટ્ટ પાસે કેટલી સંપત્તિ છે? (Alia Bhatt Net Worth)
ઘણી સફળ કંપનીમાં રોકાણ કરનાર આલિયા ભટ્ટ અબજોપતિ છે. ફોર્બ્સ મુજબ આલિયા ભટ્ટ પાસે 299 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પોતાની બ્રાન્ડ વેલ્યૂના કારણે તે બોલિવૂડની બીજા નંબરની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે. તે એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા અને એન્ડોર્સમેન્ટ માટે 1-2 કરોડ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે.
આ પણ વાંચો | આલિયા ભટ્ટ હેલ્થ અને બ્યુટી માટે રોજ ખાય છે આ સલાડ
આલિયા ભટ્ટ મુંબઇના પોશ બાંદ્રા વિસ્તારમાં 13.11 કરોડ રૂપિયાનો બંગલો ધરાવે છે. રિપોર્ટ્સ અનુસાર, તેમની પાસે બે ઘર છે. આલિયા પાસે બીએમડબલ્યુ 7 સીરીઝ, ઓડી એ6, ઓડી ક્યૂ7 અને રેન્જ રોવર વોગ જેવા અનેક મોંઘી કાર છે. આલિયા ભટ્ટને 2022માં ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડથી નવાજવામાં આવી હતી.





