આલિયા ભટ્ટ બર્થડે : એક્ટ્રેસને મહેશ ભટ્ટ અને પુજા ભટ્ટની દીકરી માનવામાં આવતી હતી? એક્ટ્રેસે કર્યો ખુલાસો

Alia Bhatt : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ 15 માર્ચના રોજ પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ તકે અમે તેના વિશે ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઇ રહ્યા છીએ.

Alia Bhatt : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ 15 માર્ચના રોજ પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ તકે અમે તેના વિશે ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઇ રહ્યા છીએ.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Alia Bhatt | Alia Bhatt Birthday | ALia Bhatt Rumored Daughter Of Mahesh and Pooja | Celebrity Birthday | Alia Bhatt Facts

આલિયા ભટ્ટને મહેશ ભટ્ટ અને પુજા ભટ્ટની દીકરી માનવામાં આવતી હતી? (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)

Alia Bhatt Facts : પ્રચંડ સફળતા પામેલી બોલિવૂડ એક્ટ્રેસ અને રણબીર કપૂરની પત્ની તેમજ રાબ કપૂરની મમ્મી આલિયા ભટ્ટ 15 માર્ચના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. આલિયા ભટ્ટના 26માં બર્થડે નિમિત્તે અમે તેના વિશે ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઇ રહ્યા છીએ.

Advertisment
publive-image

આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993માં થયો હતો. આલિયાએ નાની ઉંમરમાં મોટું નામ કમાય લીધું છે. તેનું નામ દેશની ટોપ 10 અભિનેત્રીઓમાં સામેલ છે. ક્યારેક આલિયા ભટ્ટને તેના IO લેવલને લઇને તો ક્યારેક નેપોટિઝમના કારણે ટ્રોલ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, અગાઉ આલિયાને પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની પુત્રી માનવામાં આવતી હતી. આ વાત અંગે ખુદ આલિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

એક મેગેઝિન માટે મહેશ અને પૂજા ભટ્ટે શૂટિંગ કર્યું હતું. આ પછી ઘણો વિવાદ થયો હતો. આ મુદ્દે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પૂજા તેની દીકરી ન હોત તો તેણે તેની સાથે લગ્ન કરી લીધા હોત. મહેશના આ નિવેદન પછી એવી વાતો વહેતી થઇ હતી કે આલિયા મહેશ અને પૂજાની પુત્રી છે.

https://www.instagram.com/p/C4SMMV-rJn7/

આ પણ વાંચો : ઓસ્કાર 2024 : 22 વર્ષીય સિંગરે 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ

Advertisment

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં જ્યારે આલિયા ભટ્ટને સૌથી ખરાબ અફવા અંગે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, 'હું મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી છું. આ પછી 2 સ્ટેટ્સના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે આ અફવા પર ફરીથી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ખૂબ જ ફની છે. મને લાગે છે કે જેણે પણ આ લખ્યું છે તેણે તેના મગજની સારવાર કરાવવી જોઈએ'.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ Express Exclusive મનોરંજન ન્યૂઝ