Alia Bhatt Life Story : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ 15 માર્ચના રોજ પતિ રણબીર કપૂર અને દીકરી રાહા સંગ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરશે. આ તકે આ અહેવાલમાં અમે તમને આલિયા ભટ્ટના જીવનની ઘણી બધી એવી વાતો જણાવીશું જેનાથી તમે અજાણ છો. તે એકમાત્ર એવી અભિનેત્રી છે જેના પર હજારો જોક્સ બનાવવામાં આવ્યા હતા અને તેને બેવકૂફ તરીકે ટેગ કરવામાં આવી હતી.

આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયો હતો. તે મહેશ ભટ્ટ અને તેની બીજી પત્ની સોની રાઝદાનની નાની પુત્રી છે. મહેશ પહેલેથી જ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા અને માતા સોની તેમના સમયની મોટી અભિનેત્રી હતી. સાવકી બહેન પૂજા ભટ્ટ પણ 90ના દાયકાની હિટ અભિનેત્રી હતી. ઘરના ફિલ્મી વાતાવરણની અસર આલિયા પર ઊંડી પડી હતી, જેના કારણે તે પોતે બાળપણથી જ હિરોઈન બનવાના સપના જોવા લાગી હતી. આલિયાએ હિરોઈન બનવાનો નિર્ણય કિન્ડરગાર્ટન સ્કૂલમાં એક નાટકની પ્રેક્ટિસ દરમિયાન લીધો હતો. ટીવી શો જીના ઈસી કા નામ હૈના 32મા એપિસોડમાં 8-9 વર્ષની આલિયા પિતા મહેશ ભટ્ટને સપોર્ટ કરવા આવી હતી. અહીં તેણે માઈક પર કહ્યું કે તે અભિનેત્રી બનવા માંગે છે. આલિયાનું નિવેદન સાચું સાબિત થયું અને તે આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી છે.
વર્ષ 2013નો આ કિસ્સો છે. ત્યારે આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરણ જોહરનો લોકપ્રિય શો કોફી વિથ કરણમાં મહેમાન બન્યા હતા. કરણે આલિયાને સવાલ પૂછ્યો- ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? આલિયાએ ઉત્સાહથી જવાબ આપ્યો – પૃથ્વીરાજ ચૌહાણ. આ પછી સોશિયલ મીડિયા પર ખલબલી મચી ગઇ હતી.
આલિયા ભટ્ટને એટલી ટ્રોલિંગ કરવામાં આવી હતી કે, કોઈ પણ નર્વસ થઈ શકે, પરંતુ આલિયાએ તેને પોતાનું હથિયાર બનાવી લીધું. આલિયાએ 10 વર્ષની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. તે મહિલા કેન્દ્રિત ફિલ્મોની સૌથી સફળ અભિનેત્રી છે, જેમાં રાઝી, ગંગુબાઈ કાઠિયાવાડી, ડાર્લિંગ અને હાઈવે જેવી ફિલ્મો સામેલ છે.
કારકિર્દીની ટોચ પર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા, 29 વર્ષની ઉંમરે માતા બની. પહેલી ફિલ્મ માટે આલિયાને 15 લાખ રૂપિયા ફી મળી હતી, આજે તે એક ફિલ્મ માટે 15 થી 20 કરોડ રૂપિયા લે છે.
આલિયા ભટ્ટનું બાળપણ
મહેશ ભટ્ટ અને સોની રાઝદાનના સંબંધો એક સમયે સારા નહોતા ચાલતા, આવી સ્થિતિમાં સોનીએ એકલા હાથે દીકરીઓનો ઉછેર કર્યો. મહેશ સોની કે તેની દીકરીઓ પર બહુ ધ્યાન આપતો ન હતો. એક ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે, તે બાળપણમાં તેના પિતાને મિસ કરતી હતી કારણ કે તે તેની સાથે ન હતા. વર્ષો સુધી અલગ રહ્યા બાદ જ્યારે આલિયાએ ફિલ્મોમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના પિતા સાથેના સંબંધો સુધરવા લાગ્યા.
5 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ મળી
આલિયા ભટ્ટે 1999માં મહેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત ફિલ્મ સંઘર્ષમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયાએ પ્રીતિ ઝિન્ટાના બાળપણનો રોલ થોડી સેકન્ડ માટે કર્યો હતો. આલિયા સેટ પર જ જતી હતી જેથી તેને સારું ખાવાનું મળી રહે.
આલિયાએ 9 વર્ષની ઉંમરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક (2005) માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવી હતી. બાદમાં આ રોલ આયેશા કપૂરને આપવામાં આવ્યો હતો. આયશાને આ ફિલ્મ માટે 7 એવોર્ડ મળ્યા હતા.
સંજય લીલા ભણસાલીએ 12 વર્ષની આલિયા ભટ્ટને ફિલ્મ બાલિકા વધૂ માટે કાસ્ટ કરી હતી જ્યારે તેણીને બ્લેક ફિલ્મમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યો હતો. ફિલ્મ થોડા મહિનામાં જ ઠપ થઈ ગઈ.
આલિયા ભટ્ટ હંમેશા અભિનેત્રી બનવા માંગતી હતી, જેના માટે તેણે 12માં જ અભ્યાસ છોડી દીધો અને ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ શરૂ કર્યો.
આ પણ વાંચો : Madhuri Dixit Intersting Facts : માધુરી દીક્ષિતની આ 10 વાતો કદાચ તમે નહીં જાણતા હોવ
આલિયા ભટ્ટ એક બિઝનેસ વુમન છે
દરેક ફિલ્મ માટે 15-20 કરોડ રૂપિયા ફી લેતી આલિયા ભટ્ટ પણ બિઝનેસમાંથી ઘણી કમાણી કરે છે. 2013 માં અભિનેત્રીએ લોકોને સ્ટાઇલ કરવા માટે સ્ટાઇલ ક્રેકર નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સિવાય 2020માં આલિયાએ એડ-એ-મમ્મા નામની પોતાની નવી કંપની શરૂ કરી હતી.તે બાળકોની ફેશન બ્રાન્ડ છે જે 4-12 વર્ષની વયના બાળકો માટે જરૂરી વસ્તુઓ પ્રદાન કરે છે. 2022માં આલિયાએ ગર્ભવતી મહિલાઓ માટે એક કલેક્શન પણ લોન્ચ કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર આલિયાની બ્રાન્ડે 2021માં 150 કરોડનો બિઝનેસ કર્યો હતો. આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 189 કરોડ રૂપિયા છે. મુંબઈ સિવાય આલિયાનું લંડનમાં પણ એક ઘર છે.





