Alia Bhatt Deepfake Video : રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ પછી હવે આલિયા ભટ્ટ ડીપફેક વીડિયોનો શિકાર, જુઓ વીડિયો

Alia Bhatt Deepfake Video : હાલમાં સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો મામલો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. આ ડીપફેક વીડિયોની શિકાર રશ્મિકા મંદાનાથી લઇને કેટરીના કૈફ, સારા તેંડુલકર સહિત કાજોલ બની છે. આ પછી હવે આલિયા ભટ્ટનો પણ ડીપફેક વીડિયો સામે આવ્યો છે.

Alia Bhatt Deepfake Video : હાલમાં સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો મામલો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. આ ડીપફેક વીડિયોની શિકાર રશ્મિકા મંદાનાથી લઇને કેટરીના કૈફ, સારા તેંડુલકર સહિત કાજોલ બની છે. આ પછી હવે આલિયા ભટ્ટનો પણ ડીપફેક વીડિયો સામે આવ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Alia Bhatt | Alia Bhatt Deepfake Video | ali bhatt video | viral video | Actress Deepfake Video

Alia Bhatt Deepfake Video : રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ પછી હવે આલિયા ભટ્ટ પણ ડીપફેક વીડિયોનો શિકાર, જુઓ વીડિયો

Alia Bhatt Deepfake Video : આ અત્યાઘુનિક યુગમાં દિનપ્રતિદિન નવી ટેકનોલોજી વિકસી રહી છે. જૈ પૈકી એક આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. ટેકનોલોજી લોકોના કામને સરળતાથી પૂર્ણ કરવા માટે હોય છે, પરંતુ ઘણા લોકો તેનો દુરઉપયોગ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો મામલો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. આ ડીપફેક વીડિયોની શિકાર રશ્મિકા મંદાનાથી લઇને કેટરીના કૈફ, સારા તેંડુલકર સહિત કાજોલ બની છે. આ પછી હવે આલિયા ભટ્ટનો પણ ડીપફેક વીડિયો સામે આવ્યો છે.

Advertisment

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટનો એક ડીપફેક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરીના વીડિયોમાં આલિયાનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટને ખૂબ જ બોલ્ડ અંદાજમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, વીડિયોને જોતા સ્પષ્ટ થાય છે કે આ એડિટીંગ કરેલો વીડિયો છે અને તે આલિયાનો નથી.

સેલેબ્સે ડીપફેક પર કડક કાર્યવાહી અને કાયદો લેવાની વાત પણ કરી હતી. છતાં ડીપફેક્સ અટક્યા નથી અને કેટલીક વધુ અભિનેત્રીઓ તેનો શિકાર બની છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. હાલમાં કોફી વિથ કરણ 8માં કરણે જણાવ્યું હતુંકે કેવી રીતે વરુણ ધવન અને સિદ્ધાર્થ આલિયાને ફિલ્મનો ભાગ બનાવવા માંગતા ન હતા. આલિયા છેલ્લે હાર્ટ ઓફ સ્ટોન અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. હવે તે ‘જીગરા’માં જોવા મળશે.

Advertisment
રશ્મિકા મંદાના ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities આલિયા ભટ્ટ મનોરંજન ન્યૂઝ