બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના ઘરે આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ પુત્રીનો જન્મ થયો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું આ પહેલું સંતાન છે. આલિયા આજે સવારે રણબીર સાથે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પહોંચી હતી. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, આલિયા-રણબીર માતા-પિતા બનવાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
દિકરીના જન્મથી આલિયા અને રણબીરના ચાહકો પણ આનંદથી ઉછળી પડ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટની સી-સેક્શન ડિલિવરી થઈ છે. જો કે હજુ સુધી આ અંગે વધુ માહિતી સામે આવી નથી.
જૂનમાં આપ્યા હતા ‘ગુડ ન્યૂઝ’
તમને જણાવી દઈએ કે આલિયા અને રણવીરે આ વર્ષે 14 એપ્રિલે પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ પછી, લગ્નના લગભગ બે મહિના બાદ 27 જૂને આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલનો ફોટો શેર કર્યો અને લખ્યું કે ‘અમારું બાળક જલ્દી આવી રહ્યું છે.’ તસવીરમાં અભિનેત્રી અલ્ટ્રાસાઉન્ડ કરાવતી જોવા મળી હતી જેમાં તેનો પતિ રણબીર કપૂર તેની સાથે હતો.