Alia Bhatt Baby Raha: આલિયા ભટ્ટ બેબી રાહા માટે થયું સુંદર બેડ સેટઅપ, અભિનેત્રીએ વ્યક્ત કર્યો માસી રીયાનો આભાર, જુઓ તસ્વીર

Alia Bhatt Baby Raha updates આલિયા ભટ્ટ બેબી રાહા : આલિયા ભટ્ટ (Alia bhatt) અને રણબીર (Ranbir Kapoor) છેલ્લે બ્રહ્માસ્ત્ર (Brahmastra)ફિલ્મમાં મોટા પડદા પર સાથે જોવા મળ્યા હતા. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક મોટા બજેટની કાલ્પનિક ડ્રામા હતી. રણબીર હવે "તુ જૂતી મેં મક્કા" ( Tu Jhooti Main Makkaar ) માં જોવા મળશે, જ્યારે આલિયા "કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની" (Rocky Aur Rani Ki Prem Kahani ) માં જોવા મળશે.

Written by shivani chauhan
Updated : January 03, 2023 00:52 IST
Alia Bhatt Baby Raha: આલિયા ભટ્ટ બેબી રાહા માટે થયું સુંદર બેડ સેટઅપ, અભિનેત્રીએ વ્યક્ત કર્યો માસી રીયાનો આભાર, જુઓ તસ્વીર
અભિનેત્રી આલિયા ભટ્ટે પુત્રી રાહાના બેડ-સેટની તસવીર અપલોડ કરી (Photo: Instagram/aliaabhatt)

Entertainment Desk : આલિયા ભટ્ટ બેબી (Alia Bhatt Baby) બર્થથી ખુશખુશાલ છે. આલિયા સોશિયલ મીડિયાની પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોને તેના જીવનની નવીનતમ ઘટનાઓથી અપડેટ રાખે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બેબી રાહાના જન્મ પછી ચાહકો તેના વિશેના કોઈપણ અપડેટની રાહ જોઈ રહ્યા છે. આલિયા ભટ્ટે તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાહાના બેડ સેટઅપની તસ્વીર શેયર કરી હતી જે તેના મિત્રએ રાહાને ગિફ્ટ કરી છે. ગુલાબી રંગનો સેટ રાહાના નામ સાથે એમ્બોસ્ડ કસ્ટમાઇઝ્ડ ગાદી સાથે આવ્યો હતો.

આલિયા અને રણબીરે આ વર્ષે નવેમ્બરમાં રાહાનું સ્વાગત કર્યું હતું અને હજુ સુધી રાહાનો ચહેરો જાહેર કર્યો નથી. જો કે, જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર તેણીના નામની જાહેરાત કરી ત્યારે તેઓએ તેમની પુત્રી સાથેની એક તસવીર અપલોડ કરી હતી પરંતુ તેમાં રાહાનો ચહેરો ન દેખાય તેવી તસ્વીર શેયર કરી હતી.

આ પણ વાંચો: મિલિંદ સોમનએ 8 દિવસમાં 1,000 કિમી સાઇકલ ચલાવી, કહ્યું “હું મારી જાતને હંમેશા ફિટ રાખું છું”

આલિયાએ રિયા ચેટર્જીના બેડિંગ સેટના ફોટોગ્રાફ સાથે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરી હતી. તેણે સ્ટોરી પર લખ્યું, “સૌથી ખૂબસૂરત પથારીનો સેટ.. આભાર માય લવલી રિયા માસી.”

માતાપિતા બન્યા પછી આલિયા અને રણબીર,આ અઠવાડિયે પહેલી વાર રાહાના જન્મ પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ સમારંભમાં સાથે દેખાયા હતા. આ દંપતીએ થોડા મહિના પહેલા તેમની પુત્રીના નામની જાહેરાત એક સુંદર તસવીર સાથે કરી હતી. આલિયાએ કેપ્શનમાં રાહાના નામનો અર્થ સમજાવ્યો હતો.

“રાહા નામ (તેના જ્ઞાની અને અદ્ભુત દાદી દ્વારા પસંદ કરાયેલ છે) ઘણા સુંદર અર્થો ધરાવે છે…રાહા નો અર્થ દૈવી માર્ગ છે, સંસ્કૃતમાં, રાહાનો અર્થ એક કુળ થાય છે,બંગાળીમાં આરામ, રાહત, અરબીમાં શાંતિમાં, તેનો અર્થ સુખ, સ્વતંત્રતા અને આનંદ પણ થાય છે. આ ઉપરાંત લખ્યું કે , રાહા તમારો આભાર, અમારા પરિવારને જીવંત બનાવવા માટે, એવું લાગે છે કે અમારા જીવનની શરૂઆત જ થઈ છે.”

આ પણ વાંચો: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ નાથદ્વારામાં થઈ

રણબીર અને આલિયા છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં મોટા પડદા પર સાથે જોવા મળ્યા હતા. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક મોટા બજેટની કાલ્પનિક ડ્રામા હતી. રણબીર હવે “તુ જૂતી મેં મક્કા”માં જોવા મળશે, જ્યારે આલિયા “કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની”માં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ