Alia Bhatt Beetroot Recipe : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે 15 માર્ચે પોતાનો 31મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યી છે. આલિયા ભટ્ટની સુંદરતાનું સિક્રેટ ફિટનેસ છે. ફિટનેસ અને સુંદરતા જાળવી રાખવા માટે તે ખાસ ડાયટ પણ ફોલો કરે છે. આજે તમને આલિયા ભટ્ટની ફિટનેસ અને બ્યુટી પાછળનું સીક્રેટ જણાવીએ. પોતાના બ્યુટી સીક્રેટનો ખુલાસો આલિયાએ એક વીડિયો શેર કરી કર્યો હતો.
આલિયા પોતાની સુંદરતા અને ફિટનેસ માટે બીટરુટ સેલેડ ખાવાનું પસંદ કરે છે. તે રોજ આ સલાડ ખાય છે. આજે તમને પણ જણાવીએ કે આ સલાડ કેવી રીતે બનાવવું.

બીટરૂટ સલાડ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. બીટ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. તેમાં ઘણા વિટામિન હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. બીટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. બીટ વજન ઘટાડે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. ઉપરાંત, બીટરૂટ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવી જાય છે. તેથી આ સલાડ ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.
બીટના ફાયદા
બીટરૂટ સલાડ બનાવવાની સામગ્રી
બાફીને છીણેલું બીટ -1દહીં – 1 કપકાળા મરી – જરૂર અનુસારચાટમસાલોકોથમીરતેલ- 1/4 ચમચીરાઈ – 1 ચમચીજીરું – અડધી ચમચીહિંગ – ચપટીલીમડાના પાનમીઠું – સ્વાદ અનુસાર
આ પણ વાંચો : આલિયા ભટ્ટની કહાની, એક કિસ્સો વાંચીને નવાઇ લાગશે
કેવી રીતે બનાવવું બીટરુટ સલાડ
સૌથી પહેલા એક બાઉલમાં છીણેલું બીટ લો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં મરી પાવડર, ચાટ મસાલો, મીઠું, કોથમીર ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મીક્સ કરો. હવે તેમાં વધાર કરવા માટે થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હીંગ ઉમેરી વધાર તૈયાર કરી બીટના સલાડમાં ઉમેરો. બધી વસ્તુને બરાબર મિક્સ કરી ઉપયોગમાં લો.





