આલિયા ભટ્ટઆ મોંઘી હૉલીવુડ ડેબ્યુ ફિલ્મમાં વિલન બનીને દર્શકોને કરશે હેરાન, જુઓ ટ્રેલર

Alia Bhatt Hollywood Debue: ગ્લોબલ સ્તરે વિખ્યાત અભિનત્રી આલિયા ભટ્ટ હવે હોલિવૂડમાં પગ જમાવવા જઇ રહી છે. પોતાના અદ્ભૂત એક્ટિંગનો જલવો હવે આલિયા ભટ્ટ હોલિવૂડમાં બતાવશે.

Written by mansi bhuva
June 18, 2023 15:53 IST
આલિયા ભટ્ટઆ મોંઘી હૉલીવુડ ડેબ્યુ ફિલ્મમાં વિલન બનીને દર્શકોને કરશે  હેરાન, જુઓ ટ્રેલર
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

ગ્લોબલ સ્તરે વિખ્યાત અભિનત્રી આલિયા ભટ્ટ હવે હોલિવૂડમાં પગ જમાવવા જઇ રહી છે. પોતાના અદ્ભૂત એક્ટિંગનો જલવો હવે આલિયા ભટ્ટ હોલિવૂડમાં બતાવશે. આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટૉન’ છે. જેનું ટ્રેલર આવી ગયું છે. આ ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે, ફિલ્મમાં આલિયાનું પાત્ર ખુબ જ મજબૂત છે. ગયા વર્ષે આલિયાએ તેના હોલિવૂ઼ ડેબ્યુની જાહેરાત કરી હતી ત્યારથી તેના ફેન્સ તેને આ નવા મંચ પર જોવા માટે ખુબ જ ઉત્સાહિત હતા.

આલિયા ભટ્ટ જેમી ડૉર્નન અને ગેલ ગેડૉટ જેવા મોટા હૉલીવુડ સ્ટાર્સ સાથે નેટફ્લિક્સના આ જાસૂસી થ્રિલરમાં જીવંત છે. ‘હાર્ટ ઓફ સ્ટૉન’માં જ્યાં ગેલ ગેડૉટ અને જેમી ડૉર્નન ઈન્ટેલિજન્સ એજન્ટની ભૂમિકામાં જોવા મળે છે, ત્યાં આલિયાનું પાત્ર ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે છે.

Netflixની વૈશ્વિક ઈવેન્ટ બ્રાઝિલમાં ચાલી રહી છે, જેમાં ‘Heart of Stone’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ‘વન્ડર વુમન’ સ્ટાર ગેલ ગેડૉટથી શરૂ થાય છે, જેના પાત્રનું નામ ફિલ્મમાં રશેલ સ્ટૉન છે. તે એક ગુપ્તચર સંસ્થા માટે કામ કરતી જોવા મળે છે જેની પાસે દુનિયાનો તમામ ડેટા છે. આ ઇન્ટેલિજન્સ યૂનિટ એવી રીતે કાર્ય કરે છે કે તે એક રીતે સમગ્ર વિશ્વને નિયંત્રિત કરી રહ્યું છે. ટ્રેલરની શરૂઆતથી ગેડૉટ ક્યારેક એરોપ્લેનમાંથી કૂદતો, ક્યારેક પેરાગ્લાઈડિંગ અને ક્યારેક નક્કર કૉમ્બેટ એક્શન કરતો જોવા મળે છે.

તેની સાથે ‘હાર્ટ ઓફ સ્ટૉન’નો મેલ સ્ટાર જેમી ડૉર્નન પણ જોવા મળી રહ્યો છે. સ્ટૉરીમાં બંનેનો રૉમેન્ટિક એંગલ હશે. જેમી પણ રશેલ જેવા જ ઇન્ટેલિજન્સ યૂનિટ સાથે સંકળાયેલ હોય એવું લાગી રહ્યું છે. તેનું પાત્ર પણ એવો લૂક આપી રહ્યું છે કે જાણે સ્ટૉરીમાં મોટો વળાંક આવવાનો છે. શિર્ષક ‘હાર્ટ ઓફ સ્ટૉન’ એ ફિલ્મના એ જ ઇન્ટેલિજન્સ યૂનિટનું નામ છે જેમાં ગેડોટ અને ડૉર્નન છે. ટ્રેલરનો મુખ્ય ભાગ તમને આ ગુપ્તચર સંસ્થાની પદ્ધતિઓ સમજાવે છે. અહીં એ વાત જાણીતી છે કે આ સંસ્થાના ડેટા સ્ટૉરેજમાં સૌથી મહત્વની વસ્તુ ‘હાર્ટ’ નામનું ઉપકરણ છે. અડધું ટ્રેલર પૂરું થયા પછી આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે અને તે તરત જ દિલ ચોરી કરતી જોવા મળે છે. આલિયાનું આ કૃત્ય આ સંસ્થાના સમગ્ર ગુપ્તચર ઓપરેશનને બગાડે છે.

આ પણ વાંચો: Karan Deol Wedding: કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની તસવીર-વીડિયો આવ્યો સામે, નવયુગલ શાનદાર લાગી રહ્યા છે

આ પછી હૃદય ચોરનારની શોધ શરૂ થાય છે અને પછી આલિયાનો ફેસ-ઓફ કે બાકીના કલાકારો સાથેની વાતચીત જોવા જેવી છે. ‘હાર્ટ ઓફ સ્ટૉન’નો મૂળ કથાવસ્તુ ઘણી જાસૂસી થ્રિલર ફિલ્મોમાં જોવા મળેલ છે એવો જ છે. પરંતુ ફિલ્મની એક્શન કલાકારોનું કામ અને અલબત્ત આલિયાનું પાત્ર તેને ખૂબ જ રસપ્રદ બનાવી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ