Alia Bhatt Jigra : આલિયા ભટ્ટ (Alia Bhatt) અભિનીત ફિલ્મ જિગરા ટ્રેલર (Jigra Trailer) રિલીઝ થયું છે. વાસન બાલા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ થિયેટરમાં 11 ઓક્ટોબર, 2024 શુક્રવારના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટ સિવાય વેદાંગ રૈના છે. ત્યારે આગામી રિલીઝ પહેલા ઘણા નેટીઝન્સે જિગરા અને રણબીર કપૂરની એનિમલ વચ્ચે સરખામણી કરવાનું શરૂ કર્યું. તાજતેરમાં દિલ્હીમાં એક પ્રેસ મીટમાં, આલિયાએ આ તુલનાઓને સંબોધિત કરી અને ચર્ચા કરી કે શું તે અને રણબીર વચ્ચે કોઈ વ્યાવસાયિક સ્પર્ધા છે, ત્યારે એકટ્રેસ શું કહે છે?
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia Bhatt & Ranbir Kapoor)
આલિયા કહે છે, ‘હું એમ નહીં કહું કે અમારી વચ્ચે કોઈ સ્પર્ધા છે. હું ખૂબ ભાગ્યશાળી માનું છું કે મારા પતિ (રણબીર કપૂર) પણ મારો સારો મિત્ર અને અદ્ભુત અભિનેતા છે. અમે ઘણીવાર અમારી ફિલ્મો અને સીન પર એકબીજા સાથે ચર્ચા કરીએ છીએ. મેં ગંગુબાઈ કાઠિયાવાડી અને જીગરાની વાત કરી હતી. દર વખતે હું મૂંઝવણમાં હોવ ત્યારે હું તેની સાથે તેની ચર્ચા કરતી હતી અને તેણે મારી સાથે એનિમલ વખતે ચર્ચા કરતો હતો.’
આ પણ વાંચો: સ્ત્રી 2 સતત 53મા દિવસે પણ સિનેમાઘરોમાં ચમકી, જાણો કલેક્શન
જીગરા અને એનિમલ વચ્ચેની સરખામણી પર તે કહે છે ‘હું જાણું છું કે લોકો બંનેની સરખામણી કરે છે, પરંતુ ખરેખર ઘણી સમાનતાઓ નથી. તે માત્ર એનિમલ કે જીગરા વિશે નથી, ઘણી ફિલ્મોમાં એક સામાન્ય થીમ પ્રિય વ્યક્તિ માટે કંઈક કરવું છે. તે પોતે જ એક શૈલી છે, અને તેના પર ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. તેથી તે એક પાસું સિવાય, બંને ફિલ્મો વચ્ચે કોઈ સીધી સમાનતા નથી.
આ પણ વાંચો: દેવરા બોક્સ ઓફિસ કલેશન ઘટ્યું, સાતમા દિવસે કરી આટલી કમાણી
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત એનિમલ, ગયા વર્ષે રિલીઝ થઈ હતી. રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મે વિશ્વભરમાં પ્રભાવશાળી ₹917.82 કરોડની કમાણી કરી હતી. એનિમલમાં રણવિજયના તેના પિતા સાથેના અસ્વસ્થ સંબંધોની સ્ટોરી છે. તેનાથી વિપરીત, આલિયા ભટ્ટ અભિનીત જીગરા ભાઈ અને બહેન વચ્ચેના બંધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના દ્વારા ભજવવામાં આવે છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની છે.