Raha Kapoor Photo : બી ટાઉનની ક્યુટ અને દમદાર એક્ટિંગથી બહોળો ચાહકવર્ગ ધરાવતી એક્ટ્રેસ આલિયા ભટ્ટે ફેન્સને ક્રિસમસના અવસર પર શાનદાર ગિફ્ટ આપી છે. એક્ટ્રેસે પતિ રણબીર સાથે મળીને ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપ્યું છે. ફેન્સ રણબીર અને આલિયાની લાડકવાયી દીકરી રાહાની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર હોય છે અને હવે બંને જણે ફેન્સને ક્રિસમસ ગિફ્ટ તરીકે દીકરી રાહાની ઝલક દેખાડી છે.
સોશિયલ મીડિયા પર આલિયા, રણબીર અને રાહાના ફોટો અને તેજ ગતિએ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ રાહાને તેડીને ઘરમાંથી બહાર આવતું દેખાઈ રહ્યું છે અને પેપ્સની સામે દીકરી સાથે પોઝ આપતા જોવા મળી રહ્યું છે. ફેન્સ પણ ક્રિસમસ પર રાહાની પહેલી ઝલક જોઈને એકદમ ખુશીથી ઉછળી પડ્યા છે. રાહાને જોઇને તમને ચોક્કસથી રાજ કપૂરની યાદ આવી જશે.
ગઈકાલે જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ક્રિસમસ સેલિબ્રેશનના ફોટો પોસ્ટ કર્યા હતા, જેમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં કપલની કમાલની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
આલિયાએ આ ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે વર્ષનો આ સૌથી સુંદર સમય છે સુંદર લોકો સાથે. મારા પરિવાર તરફથી આપના પરિવારને મેરી ક્રિસમસ… આલિયા અને રણબીરના આ ફોટો ચોક્કસ જ સુંદર છે, પણ કમેન્ટ સેક્શનમાં ફેન્સ રાહાના ફોટોની ડિમાન્ડ કરવા લાગ્યા હતા અને તેમણે કમેન્ટ સેક્શનમાં આલિયાને રાહાના ફોટો શેર કરવાની સલાહ પણ આપી હતી.





