આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આશિયાના ‘વાસ્તુ’ની તસવીરો વાયરલ, આ છે બંગલાની વિશેષતા

Alia-Ranbir Home: રણબીર આલિયાના આ ઘરના (Alia-Ranbir Home) એક કોર્નરમાં એવોર્ડસ સાથે ઇનફિનિટી એટલે કે 8 રાખવામાં આવ્યું છે. જેને રણબીર તેના માટે લકી માને છે. તમને જણાવી દઇએ કે લગ્નના દિવસે રણબીરે આલિયાને (Alia-Ranbir) જે મંગલસૂત્ર પહેરાવ્યું હતું તેના પર પણ આ સાઇન હતી.

Written by mansi bhuva
November 13, 2022 15:21 IST
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આશિયાના ‘વાસ્તુ’ની તસવીરો વાયરલ, આ છે બંગલાની વિશેષતા
આલિયા-રણબીરના ઘરની શાનદાર તસવીરો

બોલિવૂડનું બહુચર્ચિત કપલ આલિયા અને રણબીરના ઘરને લઇ સમાચાર સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આલિયા-રણબીર હાલ જ માતા-પિતા બન્યા છે. ત્યારે હવે કપલ તેની નવજાત પુત્રી સાથે ઋષિ કપૂર-નીતૂ સિંહના ‘ક્રિષ્ના રાજ’ બંગલામાં શિફ્ટ થવાના છે. હાલ આ કપલ તેનો બંગલો ‘વાસ્તુ’માં સ્થિર છે. આલિયા-રણબીરના આ સપનાના આશિયાનાની તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

હકીકતમાં વાસ્તુ એક મોટી સંપત્તિ છે, જેમાં મોટી બારીઓ અને દરવાજા છે, જેના દ્વારા કુદરતી પ્રકાશ ઘરમાં પ્રવેશ કરે છે. આ વાયરલ તસવીરોમાં વાસ્તુમાં આ ઘરની સુંદરતા વિશે માલુમ પડે છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ ઘરમાં એક વોલ પર રણબીરના દાદા અને દિવગંત એક્ટર રાજકપૂરની તસવીર લગાવવામાં આવી છે.

આ ઘરની વધુ એક રસપ્રદ વાત આલિયાના નામનું ઇનિશિયલ છે. જી હા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાંથી એક તસવીર બુક કેબિનેટ છે. જેમાં પુસ્તકોના સંગ્રહ સાથે એક મોટો A રાખવામાં આવ્યો છે. આ અક્ષરથી આલિયા ભટ્ટનું નામ શરૂ થાય છે.

આ સિવાય રણબીર આલિયાના આ ઘરના એક કોર્નરમાં એવોર્ડસ સાથે ઇનફિનિટી એટલે કે 8 રાખવામાં આવ્યું છે. જેને રણબીર તેના માટે લકી માને છે. તમને જણાવી દઇએ કે લગ્નના દિવસે રણબીરે આલિયાને જે મંગલસૂત્ર પહેરાવ્યું હતું તેના પર પણ આ સાઇન હતી.

રણબીર આલિયાના આ આસિયાનાને ખુબ જ પ્રેમ અને અલગ તરીકેથી બનાવાયું છે. તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે સફેદ રંગથી સજાવેલી દીવાલો સાથે વુડન વર્ક અને નેચરલ લાઇટ ધરને એક સકારાત્મક વાઇબ આપી રહી છે. તો ઘરના સિટિંગ એરીયાને થોડો કલરફુલ બનાવાયો છે.

ઉલ્લેખનીય છે કે, આલિયા-રણબીર ઘણા સમયથી ‘વાસ્તુ’ બંગલામાં સાથે રહે છે. પરંતુ હવે તેઓ ઋષિ કપૂર-નીતૂ સિંહના બંગલામાં શિફ્ટ થશે. જેમાં લાંબા સમયથી રિનોવેશન શરૂ છે. આ બંગલો 8 ઇમારતનો છે. જેમાં પહેલા માળ પર નીતૂ અને બીજા ફ્લોર પર આલિયા-રણબીર રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ