બોલિવૂડના સૌથી પ્રિય કપલ્સમાંના એક, આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નના ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આલિયાએ રણબીરને તેની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવતો એક ખાસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રણબીર દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફીમાં, તેનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, જ્યારે આ તસવીરમાં આલિયા આરામથી ક્વોલિટી ટાઈમ એન્જોય કરતી જોવા મળે છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના ત્રણ વર્ષ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નના ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એકટ્રેસે કપલનું ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને પ્રિય ફોટો પર કેપ્શનમાં લખ્યું છે, ‘ઘર હંમેશા, હેપ્પી 3.’ આલિયાની સાસુ નીતુ કપૂરે આ તસવીર પર રીએકશન આપી અને કોમેન્ટમાં હાર્ટ શેપ ઇમોજીનો ઉપયોગ કર્યો હતો. રણબીરની બહેન કરીના કપૂર ખાને કોમેન્ટ સેક્શનમાં “બેસ્ટ પીપ્સ” લખ્યું હતું. આ સાથે બે હાર્ટ શેપ ઇમોજી પણ બનાવવામાં આવ્યા હતા. આ ખાસ દિવસ પર કપલને અભિનંદન આપતાં રિયા કપૂરે લખ્યું, “હેપ્પી એનિવર્સરી”.
આલિયા ભટ્ટ રણબીર કપૂર લવસ્ટોરી (Alia Bhatt Ranbir Kapoor Love Story)
રણબીર કપૂર આલિયાનો બાળપણનો ક્રશ હતો. આલિયાએ ખુલાસો કર્યો હતો કે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ “બ્લેક” માટે ઓડિશન આપી રહી હતી, જેમાં રણબીર સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યો હતો. આલિયાએ કહ્યું કે તે તરત જ તેના પ્રેમમાં પડી ગઈ હતી.
આ પણ વાંચો: શ્રીદેવીના મૃત્યુ બાદ હવે તેના મોંઘા કપડાં કોણ પહેરે છે? ખુશી કપૂરે કર્યો ખુલાસો
આલિયાએ ઘણા વર્ષો પછી કરણ જોહરના લોકપ્રિય ટોક શો “કોફી વિથ કરણ” ના એક એપિસોડમાં રણબીર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, 2017 માં જ્યારે આલિયા અને રણબીરે અયાન મુખર્જીની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. એક વર્ષ પછી 2018 માં તેઓએ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન રિસેપ્શનમાં પહેલીવાર એક કપલ તરીકે દેખાયા અને તેમના સંબંધને સત્તાવાર બનાવ્યો હતો.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલ, 2022 ના રોજ તેમના મુંબઈ સ્થિત ઘરે લગ્ન કર્યા હતા. આલિયાએ 6 નવેમ્બર, 2022 ના રોજ રાહાને જન્મ આપ્યો હતો. આલિયા અને રણબીર સંજય લીલા ભણસાલીની ફિલ્મ “લવ એન્ડ વોર” માં વિકી કૌશલ સાથે જોવા મળશે.





