બોલિવૂડની ફેમસ અભિનેત્રી આલિયા ભટ્ટને (Alia Bhatt) શિંગાપુરમાં 2 ઓક્ટોબરે ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પોતાની સ્પીચમાં ખૂબ સરસ વાત કરી છે. જેનો વીડિયો ફેન એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં આલિયા કહે છે કે ભારત દેશના પ્રતિનિધી તરીકે આજે હું અહીં છું ત્યારે હું ખૂબ જ ગર્વ અનુભવુ છું.
આલિયા ભટ્ટ વધુમાં કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જેને મારી અને મારી કારકિર્દી બંનેનું ઘડતર કર્યું છે અને ભારત દેશનું મૂળ મૂલ્ય અન્ય કોઇ પણ વસ્તુથી વધુ છે. આ સાથે જ આલિયાએ પોતાની ઇચ્છા પ્રગટ કરતા કહ્યું હતું કે, તે ભવિષ્યમાં ગમે તે રીતે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે. સ્પીચના અંતમાં આલિયા જણાવ્યું હતું કે, સ્પીચ દરમિયાન તેના બેબીએ સતત લાત મારી છે.
આલિયા ભટ્ટની સ્પીચ વાંચી ફેન થયો ભાવુક
આલિયા ભટ્ટની આ ઇમોશનલ સ્પીચ સાંભળીને તેના ફેન્સ તેને અભિનંદન પાઠવી રહ્યાં છે. તો આલિયાનો એક ફેન્સ તેની આ સ્પીચનો એક ભાગ વાંચી ભાવુક થઇ રડી પડ્યો હતો અને કોમેન્ટ કરી હતી કે આલિયા શ્રેષ્ઠ મમ્મી બનશે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એવોર્ડ સમારોહના ફોટા શેયર કર્યાં છે. ફોટા શેર કરી આલિયાએ કોમેન્ટ કરી છે કે આભાર Time #time100impactaward
આ પણ વાંચો: એરપોર્ટ પર પ્રશંસકોએ કરીના કપૂરને ઘેરી લીધી, થવા લાગી ધક્કા-મુક્કી, જુઓ Video
આલિયાના નામે વધુ એક ખિતાબ
આ વર્ષે આલિયા ભટ્ટની સૌથી મોટી ફિલ્મોમાં ‘ગંગૂબાઇ કાઠિયાવાડી’, ‘ડાર્લિંગ્સ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ સ્થાન ધરાવે છે. જેને લઇને એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે, મારી આ વર્ષે રિલીઝ થયેલી દરેક ફિલ્મોમાં મેં મારી જાતને વિવિધ પ્રકાશન સાથે કંઇક અલગ અનુભવ કર્યો છે. જેનાથી હું આશ્વર્યચકિત થઈ છું. તાજેતરમાં આલિયા ભટ્ટની હિટ એન્ડ બિગ ફિલ્મ ‘ગંગૂબાઇ કાઠિયાવાડી’માં તેના અભિનયને ‘ધ ગાર્ડિયનની સર્વકાલિન શ્રેષ્ઠ મૂવી પ્રદર્શન’ની યાદીમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે.
આલિયાના અપકમિંગ મૂવી
આલિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની આગામી ફિલ્મ રોકી અને રાની તેમજ હાર્ટ ઓફ સ્ટોન છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે તેની આગામી ફિલ્મ રોકી અને રાનીનું શૂટિંગ કર્યું હતું. આલિયાએ નાની ઉંમરે બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. સાથે જ આલિયા ભટ્ટનું નામ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી મહેનતુ અભિનેત્રીઓમાં લેવામાં આવે તો તે પણ ખોટું નથી. આલિયા ભટ્ટ માતા બનવાની છે તેમ છતાં તે કામ ચાલું રાખ્યું છે.





