Allu Arjun : પુષ્પા ફેમ અલ્લુ અર્જુન તેના જન્મદિવસ પર કરે છે આ ખાસ કામ, એક્ટર પાસે મોંઘુંદાટ કાર કલેક્શન, જાણો નેટવર્થ

Allru Arjun : ફિલ્મ 'પુષ્પા'થી ફિલ્મી દુનિયામાં ડંકો વગાડાનાર અલ્લુ અર્જુન આજે મોટું નામ બની ગયો છે. અલ્લુ અર્જુન પુષ્પા 2ને કારણે જોરશોરથી ચર્ચામાં છે. ત્યારે અભિનેતાના જન્મદિવસ પર પુષ્પા 2 : ધ રૂલ મુવીનું ટીઝર રિલીઝ થઇ ગયું છે.

Allru Arjun : ફિલ્મ 'પુષ્પા'થી ફિલ્મી દુનિયામાં ડંકો વગાડાનાર અલ્લુ અર્જુન આજે મોટું નામ બની ગયો છે. અલ્લુ અર્જુન પુષ્પા 2ને કારણે જોરશોરથી ચર્ચામાં છે. ત્યારે અભિનેતાના જન્મદિવસ પર પુષ્પા 2 : ધ રૂલ મુવીનું ટીઝર રિલીઝ થઇ ગયું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Allu Arjun | Allu Arjun Birthday | Allu Arjun Blood Donate | Allu Arjun Networth | Allu Arjun New Movie

Allu Arjun : પુષ્પા ફેમ અલ્લુ અર્જુન તેના જન્મદિવસ પર કરે છે આ ખાસ કામ (Photo Indian Express)

Allu Arjun Birthday : ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજે 8 એપ્રિલે પોતાનો 42મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ફિલ્મ પુષ્પાથી ફિલ્મી દુનિયામાં ડંકો વગાડાનાર અલ્લુ અર્જુન આજે કરોડોની સંપત્તિનો (Allu Arjun Networth) માલિક છે. અલ્લુનું સ્ટારડમ માત્ર સાઉથ પૂરતું જ સીમિત નથી, પરંતુ તેના ચાહકો દેશના ખૂણે-ખૂણે ફેલાયેલા છે. આજે સાઉથ સ્ટારના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisment

અલ્લુ અર્જુન પોતાના આ ખાસ દિવસ પર બ્લડ ડોનેટ કરે છે. અલ્લુ અર્જુન 2014થી 100 ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી યાદીમાં સામેલ છે.

અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલ 1982ના રોજ મદ્રાસમાં એક તમિલ પરિવારમાં થયો હતો. અલ્લુ અર્જનને નાનપણથી એક્ટિંગનો શોખ હતો. તેથી તેણે 3 વર્ષની ઉંમરમાં જ કેમેરો ફેસ કર્યો હતો. આ પછી તેણે 'વિનર' અને 'ડેડી'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું. અલ્લુ અર્જુન લીડ એક્ટર તરીકે ફિલ્મ 'ગંગોત્રી'થી પ્રચલિત થયો હતો.

publive-image

અલ્લુ અર્જુન માટે વર્ષ 2004 તેની કારકિર્દીની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2004માં રિલીઝ થયેલી 'આર્યા' તેના ફિલ્મી કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. અલ્લુ અર્જુન એક ઉત્તમ ડાન્સર પણ છે. આ સિવાય અભિનેતા ગાયકીમાં પણ ઉત્તમ છે. વર્ષ 2016માં તેણે 'સરૈનોડુ'માં ગીત ગાઈને ચાહકોને ખાસ ભેટ આપી હતી. તેમનું આ ગીત ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

Advertisment

હવે જો અલ્લુ અર્જુનની નેટવર્થ વિશે વાત કરીએ તો માહિતી અનુસાર, વર્ષ 2023માં અલ્લુ અર્જુન (Allu Arjun Networth)ની કુલ સંપત્તિ 370 કરોડથી વધુ છે. તેમની વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાથી વધુ છે. તે દર મહિને 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. હૈદરાબાદમાં 100 કરોડનું આલિશાન ઘર પણ છે.

અલ્લુ અર્જુનની પણ સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે, જે પુષ્પાની રિલીઝ થયા પછી વધુ વધી ગઈ છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત અલ્લુ અર્જુનના સોશિયલ મીડિયા ફોલોઅર્સ 45 મિલિયનથી વધુ છે.

અલ્લુ અર્જુન હૈદરાબાદમાં આવેલી '300 જ્યુબિલી' નાઈટ ક્લબના પણ માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બીજી બાજુ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો, તે તેના માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અલ્લુ અર્જુન પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. તેની પાસે લગભગ 2.5 કરોડની રેન્જ રોવર વોગ છે. 7 કરોડની વેનિટી વાન છે. આ સિવાય BMW X5 80 લાખ રૂપિયામાં, Jaguar XJL રૂપિયા 1.20 કરોડ, Audi A7 રૂપિયા 86 લાખ છે. ઘર અને નાઇટ ક્લબ ઉપરાંત હૈદરાબાદમાં તેની ઓફિસ પણ છે.

અલ્લુના અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેતાએ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા. જો અહેવાલોનું માનીએ તો તેણે સ્નેહાને પ્રથમ વખત મિત્રના લગ્નમાં જોઇ અને તેના પ્રેમમાં પડી ગયો. એવું કહેવાય છે કે જ્યારે તે માસ્ટર્સ પૂર્ણ કરીને અમેરિકાથી પરત આવી ત્યારે અલ્લુએ તેના સંબંધીઓને લગ્ન માટે તેના ઘરે મોકલ્યા હતા, પરંતુ સ્નેહાના બિઝનેસમેન પિતાએ ના પાડી. જોકે બાદમાં લગ્ન માટે સંમત થયા હતા.

આ પણ વાંચો : Pushpa 2 Teaser : પુષ્પા 2 ટીઝર રિલીઝ, અલ્લુ અર્જુનનું હાથમાં ત્રિશુલ અને શંખ સાથે તાંડવ, જુઓ વિનાશક રુપ

અલ્લુ અર્જુનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે પુષ્પાની સિક્વલ પુષ્પા 2 ધ : રૂલને લઇને જોરશોરથી ચર્ચામાં છે. અભિનેતાના જન્મદિવસ પર પુષ્પા 2 ટીઝર પણ રિલીઝ થવાનું છે. પુષ્પા 2 મુવી 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ