પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન તેની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2’ને કારણે હાલ ખુબ ચર્ચામાં છે. આ વચ્ચે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં તેના કેમિયોની ખબરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. આ પછી તેમના ફેન્સ બંનેને સાથે જોવા માટે ખુબ જ ઉત્સુક છે. જો કે માત્ર ચાહકો જ નહીં અલ્લુ અર્જુન પણ શાહરૂખ ખાનને મળવા માટે આતુર છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે માત્ર શાહરૂખ ખાનના જ નહીં પરંતુ તેની હિટ ફિલ્મ DDLJના પણ વખાણ કરતો સંભળાય છે.
સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનના ઈન્ટરવ્યૂનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટર શાહરૂખને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઈન્ટરવ્યૂ લેનારે જયારે શાહરૂખનું નામ લીધું ત્યારે અલ્લુ અર્જુન કહે છે કે, ‘ અમે ક્યારે મળીશું સર. હું તેમનાથી મળવા માગું છું.’ તેના પર હોસ્ટ કહે છે કે તમે હજુ સુધી શાહરૂખ ખાનને મળ્યા નથી, તો પુષ્પા ફિલ્મના સ્ટાર કહે છે કે, ‘ હા, હું હજી સુધી તેમનાંથી મળ્યો નથી, પણ મને તેમની ફિલ્મ DDLJ ખુબ જ પસંદ છે અને મેં તે ફિલ્મ ઘણીવાર જોઈ છે.’
અલ્લુ અર્જુન હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં કેમિયોને લઇ ચર્ચામાં છે. આ ફિલ્મમાં માત્ર પુષ્પા ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુન જ નહીં પરંતુ ઋત્વિક રોશન પણ કેમિયો કરશે તેવી ચર્ચા છે. જોકે અત્યાર સુધી ફિલ્મને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.