Pushpa 2 Release Date| પુષ્પા 2 રિલીઝ ડેટ : અલ્લુ અર્જુનના ફેન્સનો ઇતંજાર ખત્તમ, ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ ફાઇનલ

Pushpa 2 Release Date : અલ્લુ અર્જૂન (Allu Arjun) અને ને્શનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની મોસ્ટ અવેટિંગ ફિલ્મ પુષ્પા ધ રૂલ (Pushpa 2) નો ઇંતજાર ફેન્સ આતુરતાથી કરી રહ્યા છે. આ તકે ચાહકો માટે મોટી ખુશખબર છે. પુષ્પા 2ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ છે.

Written by mansi bhuva
August 31, 2023 07:46 IST
Pushpa 2 Release Date| પુષ્પા 2 રિલીઝ ડેટ : અલ્લુ અર્જુનના ફેન્સનો ઇતંજાર ખત્તમ, ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ ફાઇનલ
Pushpa 2 Release Date| પુષ્પા 2 રિલીઝ ડેટ

Pushpa 2 : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂન (Allu Arjun) અને ને્શનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની મોસ્ટ અવેટિંગ ફિલ્મ પુષ્પા ધ રૂલ (Pushpa 2) નો ઇંતજાર ફેન્સ આતુરતાથી કરી રહ્યા છે. આ તકે ચાહકો માટે મોટી ખુશખબર છે, જે સાંભળીને તેઓ ખુશીથી ઝુમવા લાગશે. સમાચાર સામે આવી રહ્યા છે કે, પુષ્પા 2ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ છે.

ઉલ્લેખનીય છે કે, પુષ્પા 2 વર્ષ 2024માં રિલીઝ થશે તે અંગે સૌકોઇ વાકેફ છે, પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ કરી લેવામાં આવી છે. અભિનેતાએ પોતાના ઓફિશિયલ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુષ્પા ટુના સેટને પણ આવરી લીધો છે. તેમજ તેણે પોતાના બંગલાને પણ દેખાડયો છે. એટલું જ નહીં પોતાની દિનચર્યા પણ જણાવી છે. રિપોર્ટસ પરથી જાણવા મળે છેકે, પુષ્પા ટુના ડાયરેકટ સુકુમાર અને તેની ટીમ પુષ્પા ટુ : ધ રુલના શૂટિંગને જલદી જ પુરુ કરવાના પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : Aamir Khan : આમિર ખાન 1 વર્ષના બ્રેક પછી મોટા પડદા પર ચમકશે, આ દિગ્ગજ સ્ટાર સાથે ટકરાશે\

એવું કહેવામાં આવી રહ્યું છે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2’ નું ઑફિશિયલ ટીઝર પણ ટીમ બીજા હપ્તાનું શૂટિંગ પૂરું કર્યા પછી તરત જ રિલીઝ થઇ શકે છે. અગાઉ, પ્રખ્યાત ફિલ્મ નિર્માતાએ પુષ્ટિ કરી હતી કે ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીનો બીજો હપ્તો પહેલા ભાગ કરતા મોટો અને સારો હશે. દેખીતી રીતે, ભાગ 1 ની જંગી સફળતા પછી, મોટા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને, દિગ્દર્શક સુકુમારે ઘણી વખત બારીકાઇથી સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. હવે વાત કરીએ કે આખરે પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે? પુષ્પા 2 22 માર્ચ 2024ના રોજ રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ