Bollywood VS South Movies: બોલિવુડ અને સાઉથ મૂવી વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. કોરોના કાળથી સાઉથની ફિલ્મોની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. તેની શરૂઆત અલ્લુ અર્જુનની પુષ્પા અને યશની કેજીએફ 2 થી થઈ હતી. કોરોના કાળમાં હિન્દી ફિલ્મો પડી ભાંગતી હતી ત્યારે સાઉથની આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાલનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ પછી, વર્ષ 2023 બોલિવૂડ માટે ઘણું સારું રહ્યું છે. હવે નજર 2024 પર છે. આ વર્ષે અત્યાર સુધી ફિલ્મોએ ખાસ કમાણી નથી કરી. આવી સ્થિતિમાં હવે લોકોની નજર સિંઘમ અગેન, વેદા અને ખેલ ખેલ પર છે. આ સાથે જ બધાની નજર સાઉથની ફિલ્મ ‘પુષ્પા 2’ પર પણ છે. તે 15 ઓગસ્ટે રિલીઝ થશે અને તેની ત્રણ બોલિવૂડ સ્ટાર્સ સાથે ટક્કર થશે.

આ વખતે 15 ઓગસ્ટ પર એક કે બે નહીં પરંતુ પુષ્પા 2 મૂવીની ટક્કર 3 ફિલ્મો સાથે
થઇ શકે છે. જેમા અક્ષય કુમાર અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ખેલ ખેલ મેં, જ્હોન અબ્રાહમની ફિલ્મ વેદા અને અજય દેવગનની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેન જેવી ફિલ્મોના નામ સામેલ છે. જ્હોનની આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલિઝ થશે. આવી સ્થિતિમાં, બોલિવૂડની આ ત્રણ મોટી ફિલ્મો સાઉથની પુષ્પા 2 સાથે ટકરાવાની છે. જો આ તમામ ફિલ્મો આ વીકેન્ડ પર એક સાથે રિલીઝ થાય તો બોક્સ ઓફિસ પર કોણ ભારે પડે છે તે જોવું રસપ્રદ બની રહેશે. સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ સાથે બોલિવૂડની 3 ફિલ્મો ટક્કર આપી શકે કે નહીં.
અલ્લુ અર્જુનની પુષ્પા 2ની રિલિઝ ડેટ લંબાઇ શકે
આ જોરદાર ટક્કર વચ્ચે એવી પણ ચર્ચા છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા: ધ રૂલ ની તારીખ લંબાઇ શકે છે. આ પાછળનું કારણ ફિલ્મનું અધૂરું શૂટિંગ હોવાનું કહેવાય છે. તેના પોસ્ટ પ્રોડક્શનમાં પણ ઘણો સમય લાગી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મૂવીને 15 ઓગસ્ટે રિલીઝ કરવી ખૂબ મુશ્કેલ છે.
આ પણ વાંચો | ઋતિક રોશનની બહેન પશ્મીના રોશન પહેલી જ ફિલ્મમાં લિપ લોક કરતા ચર્ચામાં, જાણો ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ ક્યારે રિલિઝ થશે
આ સાથે રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે બોક્સ ઓફિસ પર અન્ય ફિલ્મ સાથે ટકરાવાથી બચવા માટે તેને દિવાળીના અવસર પર પણ રિલીઝ કરી શકે છે. આવી સ્થિતિમાં વાતાવરણમાં ઘણો બદલાવ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો આ અહેવાલો સાચા હોય તો ખેલ ખેલ મેં અને વેદા માટેનું મેદાન ખાલીખમ થઈ જશે. હવે બોક્સ ઓફિસ પર આ બે ફિલ્મો વચ્ચે જ ટક્કર થશે. ખેર, હવે સત્તાવાર જાહેરાત બાદ જ એ સ્પષ્ટ થશે કે કઇ ફિલ્મ ક્યારે રિલિઝ થશે અને કઇ મુલતવી રાખવામાં આવશે.





