Allu Arjun Wax Statue : અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવાયું

Allu Arjun Wax Statue : સાઉથનો ફેમસ એક્ટર અલ્લુ અર્જુને તાજેતરમાં દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમ ખાતે પોતાના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યું જોઇને તમે ઓળખવું અઘરું છે કે આ નકલી છે કે અસલી?

Allu Arjun Wax Statue : સાઉથનો ફેમસ એક્ટર અલ્લુ અર્જુને તાજેતરમાં દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમ ખાતે પોતાના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યું જોઇને તમે ઓળખવું અઘરું છે કે આ નકલી છે કે અસલી?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Allu Arjun Wax Statue | Allu Arjun Wax Statue In Dubai | Pushpa 2 Release Date

Allu Arjun Wax Statue : અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવાયું (ફોટો ફાઇનાન્સિયલલ એક્સપ્રેસ)

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. અલ્લુ અર્જુન પુષ્પા 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ વચ્ચે અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવાયું હોવાના સમાચાર છે.

Advertisment
publive-image
Allu Arjun Wax Statue : અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ

આ સ્ટેચ્યુ એક્ટરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે. ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ ‘મેં ઝૂકેગા નહીં સાલા’ વિશ્વભરના લોકોના મુખે રમતો થયો છે.

અલ્લુ અર્જુને પોતાના સ્ટેચ્યુનું અનાવરણ કર્યા પછી અભિનેતાએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતા કહ્યું કે, મેડમ તુસાદમાં પ્રતિમાનું અનાવરણ કરીને ખૂબ જ ખુશ છું. દરેક અભિનેતા માટે આ એક કિંમતી ક્ષણ હોય છે.

Advertisment

આ પણ વાંચો : Thalaiver 171 Poster : થલાઇવર 171 પોસ્ટર રિલીઝ, રજનીકાંતનો સ્વેગ અને સ્ટાઇલ જોતા જ રહી જશો

ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ છે. આ ફિલ્મ 2021માં રીલીઝ થઈ હતી. ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ 2 આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ રીલીઝ થશે.

celebrities મનોરંજન ન્યૂઝ