Ameesha Patel On Film Kaho Na Pyaar Hai 2 : હૃતિક રોશન (Hrithik Roshan) અને અમીષા પટેલે (Ameesha Patel) વર્ષ 2000ની ફિલ્મ કહો ના પ્યાર હૈથી અભિનયની શરૂઆત કરી હતી. રાકેશ રોશન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મ રિલીઝને 24 વર્ષ થઈ ગયા છે પરંતુ તેની સિક્વલ માટે ફેન્સ તરફથી રિકવેસ્ટ આવી રહી છે.

શું કહો ના… પ્યાર હૈ 2 બનશે?
એકટ્રેસએ તેના ટ્વિટર હેન્ડલ પર આસ્ક મી એનિથિંગ સેશન પ્લાન કર્યું હતું જ્યાં ઘણા યુઝર્સએ તેને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તેના એક જવાબમાં અમીષા પટેલે લખ્યું, “સારું, હું ફક્ત વિશ્વાસ સાથે કહી શકું છું. જ્યારે ટિકિટ કાઉન્ટર 60 કરોડ પ્લસ ઓપનિંગ ટેબ માટે મેન્ટલી તૈયાર હોય ત્યારે મને લાગે છે કે તે દિવસે સ્ક્રીન પર તમારા માટે કહો ના પ્યાર હૈ 2 આવી શકે છે.” રિતિકે એક ઇન્ટરવ્યૂમાં આ વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, “મને લાગે છે કે રિમેકમાં નવા એક્ટરને જ કાસ્ટ કરવા જોઈએ.”
શું રાકેશ રોશનને રિતિક રોશનને KNPH માં લોન્ચ ન કરવાનું કર્હ્યું હતું?
ફિલ્મ કમ્પેનિયન સાથેના જૂના ઇન્ટરવ્યુમાં, હૃતિકે જણાવ્યું કે તેના પિતા તેને આ ફિલ્મમાં લોન્ચ કરવા માંગતા ન હતા કહ્યું “ કોણ હતું તેનું નામ નહીં આપું, પરંતુ કોઈએ મારા પિતાને કહ્યું કે તમારે કોઈપણ કારણોસર આ ફિલ્મ ન કરવી જોઈએ. હું પણ અમુક તબક્કે થોડો સંમત થયો હતો.” એક્ટરે કહ્યું ”આ તે વાતચીત હતી જે પ્રી-પ્રોડક્શન દરમિયાન થઈ હતી જ્યારે માત્ર સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ હતી. હૃતિક રોશને ખુલાસો કર્યો કે તેના પિતા નિરાશ થયા હોવા છતાં, પછી અંતે તેઓ માની ગયા હતા.”
કહો ના પ્યાર હૈમાં અમીષા પટેલ કેવી રીતે કાસ્ટ થઈ?
કોઈ પણ વ્યક્તિ એ જાણીને ચોંકી જશે કે રાકેશ રોશને અમીષાને લગ્નમાં જોયા બાદ હૃતિકની સામે લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું જ્યારે તે માત્ર ટીનએજર હતી. એકટ્રેસના પિતા અને રાકેશ એક જ શાળામાં ભણતા હતા.
એકટ્રેસે કહ્યું “જ્યારે રાકેશ અંકલએ એન્ટ્રી કરી ત્યારે અમે ઘરે જઈ રહ્યા હતા. મને ઓળખી નહીં પરંતુ મારા પિતાને પૂછ્યું, ‘અમિત તમારી સાથે આ સુંદર યુવતી કોણ છે?’. સૌથી મજાની વાત એ છે કે જ્યારે હું 14/15 વર્ષની હતી ત્યારે એક કોમન ફ્રેન્ડના મ્યુઝિક પર મને ડાન્સ કરતો જોયા પછી તેઓએ મને હૃતિક સાથે લૉન્ચ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ મારા ફાધરએ શરૂઆતમાં ના પાડી હતી.”
થોડા દિવસો પછી, રાકેશે તેના પરિવારને લંચ માટે આમંત્રણ આપ્યું, અમિષાને ફિલ્મની ઓફર કરવામાં આવી અને ચોથા દિવસે તે સેટ પર હતી. એકટ્રેસે કહ્યું “અમે ક્રુઝ સીનથી શરૂઆત કરી હતી, જે મારા માટે ખુબજ યાદગાર છે.”
આ પણ વાંચો: નરગીસની માતા બનારસની પ્રખ્યાત તવાયફ હતી, જાણો સંજય દત્તની નાનીની દિલચસ્પ કહાની
કહો ના… પ્યાર હૈ તેની રિલીઝ પછી બ્લોકબસ્ટર તરીકે ઉભરી આવી અને KNPH (Kaho Naa… Pyaar Hai) એ મેક્સિમમ પુરસ્કારો જીતવા માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (2002) અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ (2003) માં પણ લિસ્ટ થઈ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, દલિપ તાહિલ અને મોહનીશ બહેલ પણ મુખ્ય ભૂમિકામાં હતા.





