Amitabh Bachchan Car Collection : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબર 2023ના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પોતાની શાનદાર એક્ટિંગની સાથે વૈભવી લાઇફ સ્ટાઇલ અને તેની આકર્ષક પોશાક સ્ટાઇલને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. આ સિવાય બિગ બી લકઝરી કારના પણ ખુબ જ શોખીન છે. શહેનશાહ પાસે ઘણી મોંઘી લકઝરી કાર છે. અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આ અહેવાલમાં તેના કાર કલેક્શન, નેટવર્થ અને તેના જીવનના રહસ્ય અંગે વાંચો.
અમિતાભ બચ્ચન વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. ત્યારે આજે બિગી બીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ગઇકાલે અડધી રાત્રે ફેન્સને મળવા તેના બંગલા જલસા બહાર ઉઘાડા પગે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન દર રવિવારે તેના ચાહકોને મળવા માટે ચંપલ પહેર્યા વિના આવે છે.
અમિતાભ બચ્ચન હંમેશા લોકોના દિલમાં અમર
અમિતાભ બચ્ચને હિંદી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી અને ચાહકોમાં એવી ઉંડી છાપ છોડી છે કે તેઓ હંમેશા લોકોના દિલમાં અમર રહેશે. બિગ બીએ આ માટે ઘણો સંધર્ષ કરવો પડ્યો છે. અમિતાભ બચ્ચને 70ના દાયકામાં એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. બિગ બીએ અત્યાર સુધીમાં 200 જેટલી ફિલ્મો કરી છે. જે પૈકી ઝંજીર, દીવાર, શોલે, અકબર એન્થની લોકોને હંમેશા યાદ રહેશે. અમિતાભ બચ્ચનને પોતાની શાનદાર એક્ટિંગને કારણે ઘણા એવોર્ડ એનાયત કરાયા છે.
અમિતાભ બચ્ચનનું લકઝરી કાર કલેક્શન
હવે વાત કરીએ અમિતાભ બચ્ચનના લકઝરી કાર કલેક્શનની તો તેઓ ખુબ જ શોખીન છે. બિગ બીના કાર કલેક્શનમાં રોલ્સ રોય ફેન્ટમ VII, બેંટલે કોન્ટિનેંટલ જીટી, મર્સિડિઝ બેંઝ એસ ક્લાસ, રેંજ રોવર, પોર્શ કેમૈન એસ, મિની કપૂર એસ, લેકસસ એલએક્સ 570, ઓડી A8 L, BMW 7 સીરિઝ અને ફોર્ડ મસ્ટૈંગ જેવી શાનદાર કાર સામેલ છે. આ સિવાય અમિતાભ બચ્ચને થોડા વર્ષ પહેલાં યેલો રંગની એક વિનટેજ કાર પણ ખરીદી છે.
અમિતાભ બચ્ચનની નેટવર્થ
અમિતાભ બચ્ચનની નેટવર્થ અંગે વાત કરીએ તો 2023માં 3000 કરોડ આંકવામાં આવી છે. આ ઉંમરે પણ તેઓ સિનેમા અને અન્ય ઘણા વ્યવસાયોમાં સક્રિય છે. તેઓ જસ્ટ ડાયલમાં 10 ટકા હિસ્સો ધરાવે છે અને ક્લાઉડ કમ્યુટિંગ કંપની સ્ટેમ્પેડ કેપિટલમાં પણ 3.4 ટકા હિસ્સો ધરાવે છે.
અમિતાભ બચ્ચન મુંબઇના જુહૂમાં 5 આલીશાન બંગલા અને બે ફલેટના માલિક છે. અમિતાભ બચ્ચન પણ પોતાને ખેડૂત કહે છે અને તેમની પાસે 1.5 મિલિયન અમેરિકન ડોલરની ખેતીની જમીન છે. તે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિમાંથી પ્રતિ એપિસોડ લાખો રૂપિયા કમાય છે.
આ પણ વાંચો : Amitabh Bachchan Birthday : અમિતાભ બચ્ચન બર્થ ડે, પરિવાર સાથે ઉજવ્યો 81મો જન્મદિવસ, જુઓ તસવીર
અમિતાભ બચ્ચનના લવ લાઇફ
બોલીવુડના મહાનાયકના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 3 જૂન 1973માં અમિતાભ બચ્ચન અને જયાના લગ્ન થયા હતા. ત્યારે જાણીએ તેમના લગ્ન સાથે જોડાયેલો એવો રોચક કિસ્સો જેની ખુબ ઓછા લોકોને ખબર હશે.અમિતાભ બચ્ચન પોતાની એક ફિલ્મની શૂટીંગ પૂર્ણ કર્યા પછી અમિતાભ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા. આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચ પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે.
લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.





