બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દરિયાદિલી સામે આવી છે. આ વખતે તેણે પોતાના ચાહકોને એક ભાવુક ઘટના જણાવી છે. બિગ બીએ તેમના બ્લોગ દ્વારા ટ્રાફિકની વચ્ચે ગુલાબ વેચતી છોકરીનો ઉલ્લેખ કર્યો છે. મેગાસ્ટારે આખી વાત ભાવુક શબ્દોમાં કહી. અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું છે કે કેવી રીતે ભારે વરસાદમાં ટ્રાફિકની વચ્ચે એક નાની છોકરી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ફૂલ વેચી રહી હતી. અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે ગરીબ છોકરી તેના માસૂમ ચહેરા સાથે રોડ પર ગુલાબ વેચી રહી હતી અને મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રિયજનોસાથે જોડાયેલા રહે છે અને બ્લોગના માધ્મથી પોતાના દિલની વાત કરતા હોય છે. આવી સ્થિતિમાં તે ઘણીવાર તેના પ્રશંસકો સાથે તેના અંગત અને વ્યવસાયિક જીવનના અનુભવો શેર કરે છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, ‘હું ઘણા સમયથી ભારે વરસાદમાં રોડ વચ્ચે ફૂલ વેચતી છોકરીને જોઈ રહ્યો હતો કે તે કેવી રીતે કારની બારી પાસે જઈને ફૂલ ખરીદવાનું કહી રહી છે. ઘણા પ્રયત્નો બાદ પણ એકપણ વાહને બાઈક પરથી ફૂલ લીધા ન હતા. હું લાંબા સમય સુધી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે આગળ લખ્યું, ‘મેં તે છોકરીને મારી પાસે બોલાવી અને ગુલાબની કિંમત પૂછ્યા વિના, છોકરીને પૈસા આપ્યા અને તેની પાસેથી ગુલાબ લીધા.’
આ પણ વાંચો : 72 Hoorain Trailer : સેન્સર બોર્ડ તરફથી ’72 હુરે’નું ટ્રેલર નામંજૂર, શું છે આખો મામલો?
આ સમગ્ર ઘટનાને ભાવુક શબ્દોમાં વર્ણવતા અમિતાભે લખ્યું, ‘મારી પાસે આ બ્લોગ પર કહેવા માટે વધુ કંઈ નથી, પરંતુ તે છોકરીનો ચહેરો યાદ છે, જે ઘણા લોકોને ખવડાવવા માટે સખત મહેનત કરી રહી છે.’ હવે મેગાસ્ટારનો આ ઈમોશનલ બ્લોગ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.