અમિતાભ બચ્ચન નવા સંસદ ભવનને જોવા ઉત્સુક, જાણવા માગે છે તેનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને નવા સંસદ ભવનને લઇને એક બ્લોગ લખ્યો છે. પ્રતિદિન સુતા પહેલા અમિતાભ બચ્ચન ફેન્સ માટે પોસ્ટ લખે છે.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને નવા સંસદ ભવનને લઇને એક બ્લોગ લખ્યો છે. પ્રતિદિન સુતા પહેલા અમિતાભ બચ્ચન ફેન્સ માટે પોસ્ટ લખે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
amitabh bachchan news

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 મે રિવવારના રોજ દેશના નવા સંસદ ભવનનું લોકાપર્ણ કરશે. જેને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના લોકાપર્ણ સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને શુભેચ્છા પાઠવી છે. તેઓએ નવા સંસદ ભવન અંગે એક બ્લોક પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન બ્લોગના માધ્યમથી અવાર નવાર પોતની વાત શેર કરતા હોય છે. ત્યારે પ્રતિદિન સુતા પહેલા અમિતાભ બચ્ચન ફેન્સ માટે પોસ્ટ લખે છે.

Advertisment

આ બ્લોગના માધ્યમથી તેઓ પોતાની વાત લોકો સમક્ષ મૂકે છે. ક્યારેક પોતનાની ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સા જણાવે છે. તો ક્યારેક તાત્કાલિક મુદ્દા પર પોતાનો પક્ષ મુકતા જોવા મળે છે. ત્યારે હવે શુક્રવારની રાત્રે તેમણે નવા સંસદ ભવન અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે આ પ્રસંગે ખુશી અને ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'દેશના નવા સંસદ ભવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પૂર્વ સાંસદ તરીકે હું આ પ્રસંગે શુભેચ્છા આપું છું. હું હવે આ નવા સંસદ ભવનની વિશેષતા અને આકાર અંગે જાણવા માટે ઉત્સુક છું. સાથે જ જાણવા માગું છું કે, આખરે નવા સંસદ ભવનનું ધર્મશાસ્ત્રીય, પૌરાણિક, જ્યોતિષીય અર્થ શું છે'.

વર્ષ 1984માં, અમિતાભ બચ્ચને અભિનયમાંથી બ્રેક લીધો અને સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને સમર્થન આપવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 8મી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચએન બહુગુણા સામે અલ્હાબાદ બેઠક પરથી ઊભા હતા, જેમણે નોંધપાત્ર માર્જિનથી જીત મેળવી હતી. જો કે ત્રણ વર્ષ બાદ તેમણે રાજકારણમાંથી રાજીનામું આપી દીધું હતું.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ નવી સંસદ ભવનની એક ઝલક શેર કરી હતી. એક વીડિયો શેર કરતા મોદીએ લખ્યું, “નવી સંસદ ભવન દરેક ભારતીયને ગર્વ કરાવશે. આ વીડિયો આ આઇકોનિક બિલ્ડિંગની ઝલક આપે છે. મારી એક ખાસ વિનંતી છે - તમારા વિચારો વ્યક્ત કરવા માટે આ વીડિયો તમારા પોતાના વોઇસ ઓવર સાથે શેર કરો. હું તેમાંથી કેટલાકને રીટ્વીટ કરીશ."

આ પણ વાંચો: શાહરૂખ ખાને નવા સંસદ ભવનનો વીડિયો શેર કર્યો, પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું…’નવી ઇમારત લોકશાહીની તાકાત અને પ્રગતિનું પ્રતીક’

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચને અત્યારે ફિલ્મ સેક્શન 84માં વ્યસ્ત છે. આ ફિલ્મને રિભુ દાસગુપ્તાએ લખી અને ડિરેક્ટ કરી રહ્યા છે. આ એક કોર્ટડ્રામા ફિલ્મ હશે, જેમાં ડાયના પેન્ટી, અભિષેક બેનર્જી અને નિમૃત કોર જોવા મળશે. જોકે, આ પહેલા બીગ બી પિન્ક જેવી કોર્ટડ્રામા ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે, જે સુપરહિટ સાબિત થઈ હતી.

આ આર્ટિલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટિલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ Amitabh Bachchan celebrities મનોરંજન ન્યૂઝ