Amitabh Bachchan Bungalow: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને દીકરી શ્વેતાને જુહુનો બંગલો ગિફ્ટમાં આપ્યો, જાણો પ્રતિક્ષા બંગલાની કિંમત કેટલી છે? બીગ બી પાસે કુલ કેટલા બંગલા છે?

Amitabh Bachchan Bungalow Pratiksha To Gifts Shweta Nanda: બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચને તેમની પુત્રી શ્વેતા નંદાને મુંબઈમાં જુહ સ્થિત તેમનો પ્રતિક્ષા બંગલો ગિફ્ટમાં આપ્યો છે. પ્રતિક્ષા બંગલાની કિંમત કેટલી છે? બીગ બીગ પાસે કેટલા બંગલા છે? જાણો

Written by Ajay Saroya
November 25, 2023 11:44 IST
Amitabh Bachchan Bungalow: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને દીકરી શ્વેતાને જુહુનો બંગલો ગિફ્ટમાં આપ્યો, જાણો પ્રતિક્ષા બંગલાની કિંમત કેટલી છે? બીગ બી પાસે કુલ કેટલા બંગલા છે?
અમિતાભ બચ્ચન તેમની પુત્રી શ્વેતા નંદા સાથે. (Photo - shwetabachchan)

Amitabh Bachchan Bungalow Pratiksha To Gifts Shweta Nanda: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર ઘણા વર્ષોથી જ્યાં રહેતા હતા તે બંગલો હવે તેમનો નથી. જી હા! તમે બરાબર વાંચ્યું છે. અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચને તેમની પુત્રી શ્વેતા નંદાને મુંબઈના જુહુમાં આવેલ તેમનો બંગલો ગીફ્ટમાં આપ્યો છે. અમિતાભ બચ્ચનના આ બંગલાનું નામ પ્રતિક્ષા છે. પ્રતિક્ષા બંગલાની કિંમત કરોડો રૂપિયા છે. તો ચાલો જાણીયે અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતા નંદાને ગીફ્ટમાં આપેલા પ્રતિક્ષા બંગલાની કિંમત અને અન્ય વિગતો

અમિતાભ બચ્ચના બંગલા પ્રતિક્ષાની કિંમત કેટલી (Amitabh Bachchan Bungalow Pratiksha Price)

અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચને તેમની પુત્રી શ્વેતા નંદાને મુંબઈના જુહુમાં આવેલો તેમનો બંગલો પ્રતિક્ષા ગીફ્ટમાં આપ્યો છે.પ્રતિક્ષા બંગલાની બજાર કિંમત લગભગ 50.63 કરોડ રૂપિયા છે. પ્રતિક્ષા બંગલો 674 સ્ક્વેર મીટર અને 890.47 સ્ક્વેર મીટરના બે ભાગમાં ફેલાયેલો છે.

અહેવાલો અનુસાર, 8 નવેમ્બરે આ બંગલા માટે બે અલગ-અલગ ગિફ્ટ ડીડ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેના રજિસ્ટ્રેશન માટે 50.65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી.

બોલિવૂડ મેગાસ્ટાર અને તેનો પરિવાર તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણા વર્ષો સુધી ‘પ્રતિક્ષા’માં રહ્યો હતો. અમિતાભ બચ્ચનના જુહુમાં અન્ય બે અન્ય બંગલા પણ છે. એક બંગલાનું નામ ‘જલસા’ છે, જ્યાં હાલ તેઓ તેમના પરિવાર સાથે રહે છે. આ બંગલામાં અમિતાભ સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન રહે છે. આ સાથે જુહુમાં તેમનો બીજો બંગલો પણ છે જેનું નામ ‘જનક’ છે.

અમિતાભ બચ્ચનના બંગલા જલસા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે તેણે આ બંગલો નથી ખરીદ્યો, તેને રમેશ સિપ્પીએ ગિફ્ટમાં આપ્યો હતો. ‘સત્તે પર સત્તા’ પછી રમેશ સિપ્પી ખુશ થયા અને તેમને એક બંગલો ગિફ્ટ કર્યો, જેની કિંમત આજે લગભગ 120 કરોડ રૂપિયા કહેવાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ