Amitabh Bachchan Health Update : અમિતાભ બચ્ચનની કરાઇ એન્જીયોપ્લાસ્ટી સર્જરી, બિગ બી કેટલીવાર કરાવી ચૂક્યા છે સર્જરી?

Amitabh Bachchan Health Update : બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આજે વહેલી સવારે એન્જીઓપ્લાસ્ટી સર્જરી કરાવી છે, આ પહેલી કે બીજી સર્જરી નથી પરંતુ અગાઉ અનેકવાર સર્જરી કરાવી ચૂક્યા છે. જાણો અમિતાભને ક્યા-ક્યા છે ગંભીર રોગ? કેટલીવાર કરાવી ચૂક્યા છે સર્જરી?

Written by mansi bhuva
Updated : March 15, 2024 16:33 IST
Amitabh Bachchan Health Update : અમિતાભ બચ્ચનની કરાઇ એન્જીયોપ્લાસ્ટી સર્જરી, બિગ બી કેટલીવાર કરાવી ચૂક્યા છે સર્જરી?
અમિતાભ બચ્ચનની કરાઇ એન્જીયોપ્લાસ્ટી સર્જરી, બિગ બી કેટલીવાર કરાવી ચૂક્યા છે સર્જરી? (ફોટો ક્રેડિટ ઇન્ડિયન એક્સપ્રેસ)

Amitabh Bachchan Heath : બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. 81 વર્ષની ઉંમરે બિગી બીએ મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમિતાભ બચ્ચને આજે વહેલી સવારે 6 વાગ્યે કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. આ સમાચાર મળતા જ ફેન્સ ચિંતિત છે અને તેઓ જલ્દી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Amitabh Bachchan (Amitabh Bachchan Photo)

શું છે એન્જિયોપ્લાસ્ટી?

એન્જિયોપ્લાસ્ટી કોરોનરી આર્ટરીમાં આવેલા અવરોધને ખોલવાની એક પ્રક્રિયા છે. જ્યારે ચરબી કે અન્ય કોઈ કારણે ધમની બંધ થઈ જાય છે તો બ્લોક થઈ ગયેલા બ્લડ વેસેલ્સને આ પ્રક્રિયા દ્વારા ખોલવામાં આવે છે. તેમાં ઓપન હાર્ટ સર્જરીની જરૂર નથી. આ પ્રક્રિયામાં એક કેથેટર એટલે એક લાંબી પાતળી ટ્યૂબને, રક્ત વાહિનીમાં દાખલ કરવામાં આવે છે અને બ્લોક થયેલી ધમની તરફ લઈ જવામાં આવે છે.

કેથેટરી ટિપ પર એક નાનુ બલૂન હોય છે જે બ્લોક થયેલી ધમની સુધી પહોંચ્યા બાદ ફૂલે છે.આ બલૂન પ્લાક અથવા લોહીના ગંઠાને બહારની તરફ ધકો મારે છે. જેથી બંધ થયેલી ધમની ફરી ખુલે છે અને હ્રદયને ફરી લોહી સપ્લાઈ થવા લાગે છે. એક્સરે દ્વારા ચોક્કસ બ્લોકેઝ શોધી શકાય છે. બીજી વખત બ્લોકેઝ ન થાય તેના માટે સ્ટેન્ટ મૂકવામાં આવે છે.

મહત્વનું છે કે, વર્ષ 2005માં અમિતાભ બચ્ચનને તેમના નાના આંતરડાંના એક ભાગમાં ‘ડાયવર્ટીકુલિટિસ’ નામની બિમારી થઇ હતી, જે માટે સર્જરી કરવામાં આવી હતી. નાના આંતરડાની કોશિકાઓ કમજોર પડે છે, અને પરિણામસ્વરૂપ કેટલાય નાના પાઉચ બને છે, જે સોજો કે સંક્રમિત થઇ શકે છે.

આ પણ વાંચો : Alia Bhatt Fitness : આલિયા ભટ્ટ હેલ્થ અને બ્યુટી માટે રોજ ખાય છે આ સલાડ

26 જુલાઇ, 1982એ ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને પુનીત ઇસ્સરની વચ્ચે એક ફાઇટ સીન પેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. તે કોમામાં ચાલ્યો ગયા હતા. જેને પગલે અમિતાભ બચ્ચનને 200 ડૉનર્સથી લગભગ 60 બોટલ બ્લડ ચઢાવવામાં આવ્યુ હતુ.

વર્ષ 2012માં બિગ બી ફરી લીવર ડેમેજ થતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. બીગ બીનુ લીવર લગભગ 75 ટકા કામ કરવાની સ્થિતિમાં ન હતુ, બાદમાં ઓપરેશન કરાવ્યુ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ