Amitabh Bachchan : અમિતાભ બચ્ચનના વૈભવશાળી આલીશાન બંગલા જલસાની કિંમત કહાની જાણીને ચોંકી જશો, જાણો એક્ટરની નેટવર્થ

Amitabh Bachchan Net Worth : અમિતાભ બચ્ચને જલસા બંગલો બે વાર ખરીધ્યો હતો. બિગ બીએ આ બંગલો નિર્માતા એનસી સિપ્પી પાસેથી લીધો હતો. એવી અટકળો તેજ થઇ છે કે અમિતાભ બચ્ચન હવે તેમની સંપત્તિનું વિભાજન કરવા જઇ રહ્યા છે.

Written by mansi bhuva
December 12, 2023 08:22 IST
Amitabh Bachchan : અમિતાભ બચ્ચનના વૈભવશાળી આલીશાન બંગલા જલસાની કિંમત કહાની જાણીને ચોંકી જશો, જાણો એક્ટરની નેટવર્થ
Amitabh Bachchan : અમિતાભ બચ્ચન ફાઇલ તસવીર

Amitabh Bachchan : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ તેમનો આલીશાન બંગલો ‘પ્રતીક્ષા’ને તેમની લાડલી પુત્રી શ્વેતા બચ્ચન (Shweta Bachchan) ના નામે કરી દીધો છે. આવી સ્થિતિમાં એવી અટકળો તેજ થઇ છે કે અમિતાભ બચ્ચન હવે તેમની સંપત્તિનું વિભાજન કરવા જઇ રહ્યા છે.

જો અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાની વાત કરીએ તો તે મુંબઇના જુહૂ વિસ્તારમાં સ્થિત છે. આ આલીશાન બંગલાની કિંમત લગભગ 140 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચનનું આ ધર કોઇ મહેલથી કમ નથી. અમિતાભ બચ્ચનના આ વૈભવી બંગલા વિશે ઘણી વાતો કહેવામાં આવે છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ચુપકે ચુપકે, આનંદ, સત્તે પે સત્તા અને નમક હરામ જેવી સુપરહિટ ફિલ્મો પણ આ આલીશાન ઘરમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મ ચુપકે ચુપકેમાં જલસાને જયા બચ્નન ઘર તરીકે બતાવવામાં આવ્યું હતું. આ જલસામાં અમિતાભ બચ્ચન પોતાના આખા પરિવાર સાથે રહે છે. બિગ બીની આફિસ બીજો બંગલો જનકમાં છે. જ્યાંથી તમામ પ્રોફેશનલ કામ થાય છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને જલસા બંગલો બે વાર ખરીધ્યો હતો. બિગ બીએ આ બંગલો નિર્માતા એનસી સિપ્પી પાસેથી લીધો હતો. જે અગાઉ આ જલસાના માલિક હતા. પરંતુ કોઇ કારણસર અમિતાભ બચ્ચને આ ઘર અગાઉ ખરીધ્યું હતું અને બીજાને વેચી દીધું હતું. અમિતાભ બચ્ચને ત્યારે આવું કર્યું હતુ જ્યારે એ દેવામાં ડૂબી ગયા હતા. પરંતુ પછી જ્યારે સ્થિતિ સુધરી તો તુરંતજ તેમણે ફરીથી આ બંગલો ખરીધ્યો અને તેનું નવીનીકરણ કરાવ્યું .

અમિતાભ બચ્ચનનું લકઝરી કાર કલેક્શન

હવે વાત કરીએ અમિતાભ બચ્ચનના લકઝરી કાર કલેક્શનની તો તેઓ ખુબ જ શોખીન છે. બિગ બીના કાર કલેક્શનમાં રોલ્સ રોય ફેન્ટમ VII, બેંટલે કોન્ટિનેંટલ જીટી, મર્સિડિઝ બેંઝ એસ ક્લાસ, રેંજ રોવર, પોર્શ કેમૈન એસ, મિની કપૂર એસ, લેકસસ એલએક્સ 570, ઓડી A8 L, BMW 7 સીરિઝ અને ફોર્ડ મસ્ટૈંગ જેવી શાનદાર કાર સામેલ છે. આ સિવાય અમિતાભ બચ્ચને થોડા વર્ષ પહેલાં યેલો રંગની એક વિનટેજ કાર પણ ખરીદી છે.

અમિતાભ બચ્ચનની નેટવર્થ

અમિતાભ બચ્ચનની નેટવર્થ અંગે વાત કરીએ તો 2023માં 3000 કરોડ આંકવામાં આવી છે. આ ઉંમરે પણ તેઓ સિનેમા અને અન્ય ઘણા વ્યવસાયોમાં સક્રિય છે. તેઓ જસ્ટ ડાયલમાં 10 ટકા હિસ્સો ધરાવે છે અને ક્લાઉડ કમ્યુટિંગ કંપની સ્ટેમ્પેડ કેપિટલમાં પણ 3.4 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો : Year Ender 2023 : ડેટિંગના સમાચારને લીધે ગૂગલ પર સૌથી વધુ આ 7 સિતારાઓ સર્ચ થયા

અમિતાભ બચ્ચન મુંબઇના જુહૂમાં 5 આલીશાન બંગલા અને બે ફલેટના માલિક છે. અમિતાભ બચ્ચન પણ પોતાને ખેડૂત કહે છે અને તેમની પાસે 1.5 મિલિયન અમેરિકન ડોલરની ખેતીની જમીન છે. તે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિમાંથી પ્રતિ એપિસોડ લાખો રૂપિયા કમાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ