KBC 15 Amitabh Bachchan : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની સીઝન 15 સાથે ટેલિવિઝન પર પરત ફર્યા છે. આ શોમાં અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાની અંગત લાઇફ સંબંઘિત કેટલીક વાત શેર કરતા જોવા મળ્યા છે. તેવામાં હાલમાં જ અમિતાભ બચ્ચને KBC 15માં શાહરૂખ ખાન અને ગૌરી ખાન સંબંધિત મોટો ખુલાસો કર્યો છે.
અમિતાભ બચ્ચને કહ્યું કે, કિંગ ખાને એક વચન આપ્યું હતું. જે હજુ સુધી પૂરૂ થયું નથી. ખરેખર તો અમિતાભ બચ્ચને KBC 15ના સ્પર્ધક કપિલને એક સવાલ કર્યો હતો કે, માય લાઇફ ઇન ડિઝાઇન પુસ્તકના લેખક કોના પત્ની છે? કપિલને વિકલ્પમાં શાહરૂખ ખાન, સચિન તેડુંલકર, અક્ષય કુમાર સહિત ચેતન ભગત હતા. આ પછી અમિતાભ બચ્ચને આ પ્રશ્નનો સાચા જવાબમાં કહ્યું હતું કે, આ ગૌરી ખાનનું નવુ પુસ્તક છે. જેમાં તેને તેની સમગ્ર ડિઝાઇનર બનવાની સફર વિશે જણાવ્યું છે.
આ કિસ્સામાં અમિતાભ બચ્ચને કહ્યું કે, તેણે જ્યારે કિંગ ખાનના વેનિટિ વૈનને જોઇ તો તે ખુબ પ્રભાવિત થયા હતા. શાહરૂખ ખાનની વેનિટિમાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ટીવી, ચેયર, સ્લાઇડિંગ ડોર્સ, મેકઅપ માટે ખાસ સ્પેસ સહિત બાથરૂમ પણ છે. બિગ બીની પ્રશંસા પછી શાહરૂખ ખાને કહ્યું હતું કે, આ વેનિટી વૈન મારી પત્ની ગૌરીએ ડિઝાઇન કરી છે. તે સમયે શાહરૂખ ખાને બિગ બીને કહ્યું હતું કે, હું ગૌરીને તમારા માટે એક વેનિટિ વૈન ડિઝાઇન કરવા માટે કહીશ.
આ મામલે અમિતાભ બચ્ચને તાજેતરમાં કહ્યું હતું કે, હજુ સુધી વેનિટિ વૈન આવી નથી. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે શાનદાર બોન્ડ છે. એક ઇન્ટરવ્યુમાં કિંગ ઓફ રોમાંસે જણાવ્યું હતું કે, મારા નાના પુત્ર અબરામને એવું લાગતું હતું કે અમિતાભ બચ્ચન શાહરૂખ ખાનના પિતા છે.
આ સાથે કંટેસ્ટટે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે, તે તેની દાઢીને કેવી રીતે મેઇનટેઇન કરે છે? આ સવાલના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, જાતે જ થઇ જાય છે. ત્યાર બાદ બિગ બીએ ફિલ્મ અક્સ સાથે જોડાયેલો એક કિસ્સો કહ્યો અને આ રીતે બિગ બીએ દાઢી રાખવાની શરૂઆત કરી હતી.
જ્યારે અમિતાભ બચ્ચને પહેલીવાર દાઢીમાં પોતાની જાતને અરીસામાં નિહાળ્યા તો તેમને આ લૂક ખુબ પસંદ આવ્યો હતો. તેથી બિગ બીએ દાઢી રાખવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વ્યક્તિની વધતી ઉંમર તેના ચહેરા પર દેખાય છે. તેથી બીગ બીને એવો અહેસાસ થયો કે દાઢી તેને છુપાવવામાં મદદ કરી શકે છે.





