Amitabh Bachchan Visit Ayodhya Ram Mandir : અમિતાભ બચ્ચને અયોધ્યા રામ લલ્લાના દર્શન કર્યા છે. અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ અમિતાભ બચ્ચેને બીજી વાર રામ લલ્લાના દર્શન કર્યા છે. રામ મંદિર પહોંચલા સદીના મહાનાયક રામ ભક્તિમાં લીન દેખાતા હતા. નોંધનિય છેકે, 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ બાદ દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં દર્શન અયોધ્યા પહોંચી રહ્યા છે.
અમિતાભ બચ્ચને રામ મંદિરમાં દર્શન કર્યા
અમિતાભ બચ્ચન 17 દિવસમાં બીજી વખત અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે. અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક બચ્ચન સાથે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. હવે 9 ફેબ્રુઆરીના રોજ તેમણે ફરી રામ લલ્લાના દર્શન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભ બચ્ચન મહર્ષિ વાલ્મિકિ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સીધા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ લગભગ 30થી 45 મિનિટ સુધી રામ લલ્લાના દરબારમાં રહ્યા હતા. બિગ બીનું રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતુ. મંદિરના પુજારીએ બિગ બીને તિલક કરી તેમનું અભિવાદન કર્યુ હતુ.
અમિતાભ બચ્ચનનું રામ મંદિરમાં ટ્રેડિશનલ લૂક
અમિતાભ બચ્ચન ટ્રેડિશનલ લૂકમાં રામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન બિગ બીએ સફેદ ઝભ્ભો, સફેદ પાયજામો અને પીળી કોટી પહેરી હતી. રામ લલ્લાના દર્શન કરતી વખતે તેમણે સેલ્ફી પણ લીધી હતી. મંદિરના પુજારીએ અતિતાભ બચ્ચનને પ્રસાદ આપ્યો હતો. એવું કહેવાય છે કે, બોલીવુડ એક્ટર સીધા કમિશ્નર ગૌરવ દયાલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
બચ્ચન પરિવારે અયોધ્યામાં જમીન ખરીદી, રોકાણ કર્યું
મીડિયા રિપોર્ટ અનુસાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પરિવારે અયોધ્યામાં રોકાણ કર્યુ છે અને જમીન ખરીદી છે. હકીકતમાં અમિતાભ બચ્ચને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન અયોધ્યામાં 10 હજાર ચોરસ ફુટનો એક પ્લોટ ખરીદ્યો હતો. એવું કહેવાય છે કે, આ પ્લોટ 7 સ્ટાર પ્રોજક્ટ ધ સરયૂમાં છે, જે સરયૂ નદીથી થોડેક દૂર છે. અહીંયાથી રામ મંદિર અને એરપોર્ટ બહુ નજીક છે.
આ પણ વાંચો | અયોધ્યામાં બનશે ગુજરાત યાત્રી નિવાસ; અંબાજી, પાવાગઢ અને બહુચરાજી મંદિર માટે બજેટમાં શું ઘોષણા થઇ
જો અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો હાલ તેઓ પ્રોજેક્ટ કેમાં દેખાશે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પદુકોણની સાથે પડદે દેખાશે. બિગ બીને આ ફિલ્મમાં જોવા ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.