અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની સ્પીચ અને હિન્દી સાંભળીને લોકોએ કરી પ્રશંસા, જુઓ વીડિયો

Amitabha bachchan grandduaghter: નવ્યા નંદા (Navya Naveli Nanda) તાજેતરમાં જ સુપ્રિયા પોલના શો ‘ફિર ઝિદ્દી હી સહી’માં પહોંચી હતી, જ્યાં તેણે નાની ઉંમરમાં બિઝનેસ કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Amitabha bachchan grandduaghter: નવ્યા નંદા (Navya Naveli Nanda) તાજેતરમાં જ સુપ્રિયા પોલના શો ‘ફિર ઝિદ્દી હી સહી’માં પહોંચી હતી, જ્યાં તેણે નાની ઉંમરમાં બિઝનેસ કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Amitabha bachchan grandduaghter navya naveli nanda

નવ્યા નવેલી નંદા ફાઇલ તસવીર

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચ (Amitabh bachchan) ની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. નવ્યા એક બિઝનેસવુમન છે અને તે મહિલાઓ માટે કામ કરે છે. આ સાથે નવ્યાના પોડકાસ્ટ પણ આવે છે. નવ્યાનો એક ઇન્ટરવ્યુનો વીડિયો તેજ ગતિએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નવ્યા નવેલી નંદાની સાદગી અને સમજણની ઝલક જોવા મળી રહી છે. તેમજ દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે.

Advertisment

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નવ્યાની હિન્દી સ્પીચ સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન થઈ ગયા છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. સાથે જ આ વીડિયોમાં નવ્યાની હિન્દી સાંભળીને લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે.

નવ્યા નંદા તાજેતરમાં જ સુપ્રિયા પોલના શો ‘ફિર ઝિદ્દી હી સહી’માં પહોંચી હતી, જ્યાં તેણે નાની ઉંમરમાં બિઝનેસ કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નવ્યા કહેતી જોવા મળે છે કે “એક વાત જે હું વારંવાર સાંભળું છું કે ‘તમે ઘણા નાના છો, તમને અનુભવ નથી.’ એક સવાલ હંમેશા ઉઠે છે કે ‘અરે, તમારી ઉંમર તો 25 વર્ષની છે’ તમને જીવન વિશે કેટલો અનુભવ છે? તો તમે આ વસ્તુઓ વિશે કેવી રીતે કામ કરી શકો?’ તમે હેલ્થકેર, લીગલ અવેરનેસ, ડોમેસ્ટિક વાયલેન્સ જાણો છો.

https://www.instagram.com/p/CtrVHIJIMHL/

નવ્યાએ આગળ કહ્યું કે, “હું હંમેશા વિચારું છું કે જો હું 80 વર્ષ સુધી કંઈક કરવા માટે રોકાઈશ તો દુનિયાનું શું થશે? આપણા દેશમાં 20 થી 30 વર્ષની મેજોરિટી 80 ટકા છે. જો આપણે બધા પચાસ વર્ષ સુધી કંઈપણ કરવા રાહ જોઈશું, તો આ પેઢીનું શું થશે? પરિવર્તન કોણ લાવશે? મને લાગે છે કે આજે જે નવી પેઢી આવી છે તે આટલી નાની ઉંમરે ઘણું જ્ઞાન ધરાવે છે. આપણે તેમને ઓછું ન આંકવું જોઈએ, કારણ કે આપણે ઘણું કરવા સક્ષમ છીએ.

Advertisment

નવ્યાના આ શબ્દો સાંભળીને ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, “તમે આ ઉંમરે ખૂબ જ મેચ્યોર છો. બુદ્ધિશાળી છો. તમે જે કરી રહ્યા છો તે સારું કામ છે. એક યુઝરે લખ્યું છે કે “બોલિવુડમાંથી કોઈ એવી વ્યક્તિ જે ખરેખર નોલેજ ધરાવે છે.

આ પણ વાંચો: Adipurush Box Office Collection Day 5: ‘આદિપુરૂષ’ની કમાણીમાં ભારે ઘટાડો, જાણો અત્યાર સુધીનું કુલ કલેક્શન

ઘણા લોકો નવ્યાની હિન્દીથી ઈમ્પ્રેસ થયા અને કહ્યું, “નવ્યાની હિન્દી ખૂબ જ અમેઝિંગ છે. આવું જ સારું કામ કરતા રહો. જે માતા-પિતા તેમના બાળકોને ઓછામાં ઓછી તેમની માતૃભાષા શીખવતા નથી તેમને હું સમજી શકતો નથી. એક યુઝરે લખ્યું કે, “એક વ્યક્તિ જે બોલિવુડ સાથે સંબંધ ધરાવે છે અને નોલેજ ધરાવે છે.” આ રીતે લોકો નવ્યાના વખાણ કરી રહ્યા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ Amitabh Bachchan celebrities મનોરંજન ન્યૂઝ