Amul On Vicky Kaushal Sam Bahadur : વિકી કૌશલે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા બનીને દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મ સેમ બહાદુરમાં એક્ટરની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઇ રહી છે. આર્મી ઓફિસરના ગેટઅપમાં વિકીએ પોતાના ડિક્શન અને બોડી લેંગ્વેજ પર ઘણી મહેનત કરી છે. ત્યારે હવે ‘સેમ બહાદુર’ બનેલા વિકી કૌશલને અમૂલ દ્વારા વિશેષ રીતે અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.
સેમ બહાદુર 1 ડિસેમ્બરે એનિમલની સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સૈમ બહાદુરને પણ ક્રિટિક્સ તરફથી અને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ જોનાર મેઘના ગુલઝારની સેમ બહાદુર ફિલ્મને એવોર્ડ વિનિંગ ફિલ્મ ગણાવી રહ્યા છે. વિકી કૌશલની સેમ બહાદુરએ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 25 કરોડનું કલેક્શન કર્યું છે.
મહત્વનું છે કે, ફિલ્મ ‘સેમ બહાદુર’ વિકી કૌશલના શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ફિલ્મે 3 દિવસમાં બોક્સ ઓફિસ પર 25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે જ સમયે, અમૂલ બટરની જાહેરાત પર વિકી કૌશલને ખાસ રીતે અભિનંદન આપવામાં આવ્યા છે. આ જાહેરાતમાં એક રમુજી કેપ્શન આપવામાં આવ્યું છે જેમાં તેનો ફોટો ‘સેમ બહાદુર’ અવતારમાં સૈનિકો સાથે જોવા મળે છે. સેમ બહાદુર વિક્કી કૌશલના કરિયરની ત્રીજી હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચો : KK8 : કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સંગ તેની લવ સ્ટોરીનો કર્યો ખુલાસો, જુઓ વીડિયો
ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે વર્ષ 1971માં યુદ્ધ થયું ત્યારે ભારતના હિરો હતા સેમ માણેકશા. પંજાબના અમૃતસર જિલ્લામાં 3 એપ્રિલ વર્ષ 1914ના રોજ જન્મેલા સેમ માણેકશા પર બનેલી આ ફિલ્મ દેશમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. વર્ષ 1971માં તેમના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સામે જંગી જીત મળી હતી અને બાંગ્લાદેશને આઝાદી મળી હતી. ત્યારે તેમના પર બનેલી ફિલ્મ સેમ બહાદુરને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.