/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Amy-Jackson-boyfriend-love-life.jpg)
Amy Jackson : એમી જેક્સનને બોયફ્રેન્ડએ કર્યું સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રપોઝ, જુઓ ખાસ તસવીરો
Amy Jackson : એમી જેક્સન (Amy Jackson) અને તેના બોયફ્રેન્ડ, એક્ટર-મ્યુઝિશિયન એડ વેસ્ટવિકે (Ed Westwick) એ ઇન્સ્ટાગ્રામ પર હાર્ટફેલ્ટ પોસ્ટ સાથે તેમની સગાઈની જાહેરાત કરી છે. એડએ એમીને સ્વિત્ઝલેંડના એક બ્રિજ પર પ્રપોઝ કર્યું હતું અને આ કપલએ ખાસ પળોની તસવીરો શેર કરી હતી.પહેલા ફોટામાં એમીને રોમેન્ટિક પ્રપોઝ કરતી મોમેન્ટ કેપ્ચર કરી છે, એડ તેના ઘૂંટણ પર બેસીને પ્રોપોઝ કર્યું ત્યારે એમીના રીએકશન સરપ્રાઈઝ ભર્યા હતા. પછીની કેટલીક તસવીરોમાં ડ્રિમ લોકેશનની ઝલક જોવા મળી હતી અને એમી પણ તેની રિંગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Amy-Jackson-boyfriend-love-life-1.jpg)
ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, 'હેલ યસ.'
બૉલીવુડ સેલિબ્રિટીઝએ પાઠવ્યા અભિનંદન
સોશિયલાઈટ ઓરીએ પોસ્ટ પર કમેન્ટ માં લખ્યું, “અભિનંદન એન્જલ.” લિસા હેડને લખ્યું, "વાઉ પ્રેમ અભિનંદન અને ગ્લેશિયર 3000." કિયારા અડવાણીએ મલ્ટીપલ રેડ હાર્ટ ઇમોટિકન્સ મુખ્ય. શ્રુતિ હસન અને આથિયા શેટ્ટીએ પણ આ કપલને અભિનંદન પાઠવ્યા હતા.''
આ પણ વાંચો: Filmfare Awards 2024 : ફિલ્મફેર એવોર્ડ્સ 2024 વિજેતા લિસ્ટ, રણબીર કપૂર ફિલ્મ એનિમલ માટે બેસ્ટ એક્ટર
એડ વેસ્ટવિક લોકપ્રિય સિરીઝ ''ગોસિપ ગર્લ''માં ચક બાસ તરીકેની ભૂમિકા માટે જાણીતા છે અને તેણે સિટકોમ ''વ્હાઇટ ગોલ્ડ''માં પણ અભિનય કર્યો છે.એમી અને એડએ જૂન 2022 માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના રિલેશનશિપની પુષ્ટિ કરી હતી. એમીની સગાઈ અગાઉ જ્યોર્જ પનાયિયોટોઉ સાથે થઈ હતી. અને તેમનું એક બાળક પણ છે.
આ પણ વાંચો: Bigg Boss 17 : બિગબોસ 17 મુનાવર ફારુકી વિજેતા, એકસમયે દિવસના કમાતો ₹ 850
2.0 એકટ્રેસ એમી જેક્સનએ તાજેતરમાં જ તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ''ક્રેક''ની જાહેરાત કરી હતી. અનેક તસવીરો શેર કરતા એમીએ લખ્યું હતું કે, “2023 તે એક સારું રહ્યું છે. 23મી ફેબ્રુઆરી 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ''ક્રેક'' રિલીઝ થશે.એમી જેકશન (Amy Jackson) આગામી ફિલ્મ ''ક્રેક'' માં જોવા મળશે, આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અર્જુન રામપાલ, જેકવેલીન અને નોરા ફતેહી પણ મુખ્ય ભૂમિકામાં છે. એમીએ ''એક દીવાના થા'' (Ek Deewana Tha) ફિલ્મથી પ્રતિક બબ્બર (Pratik Babbar) સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us