Anant Ambani Radhika Merchant Reception Updates : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું આજે (14 જુલાઇ) રિસેપ્શન યોજાયું હતું. જેમાં ઘણા સેલેબ્રિટીઓ હાજર રહ્યા હતા. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બીજા દિવસે એટલે કે 13 જુલાઈએ તેમનો આશીર્વાદ સમારંભ યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના અનેક મોટા દિગ્ગજો પહોંચ્યા હતા. સાધુ સંતોથી લઈ અભિનેતા-આગેવાનો અને મોટા ઉદ્યોગપતિઓ સુધીના સંતોએ હાજરી આપી હતી. આ વર્ષ 2024ના સૌથી મોંઘા અને સૌથી મોટા લગ્નોમાંના એક રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં શરૂ થયું હતું. જામનગરમાં પ્રથમ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા અને તે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં બોલિવૂડથી લઇને ઇન્ટરનેશનલ સ્ટાર્સ સુધી તમામ લોકોએ હાજરી આપી હતી. આ પછી જૂનમાં અંબાણી પરિવારે ઇટાલી અને ફ્રાન્સમાં ક્રુઝ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. કેટી પેરી જેવા સેલેબ્સ પણ તેમાં પહોંચ્યા હતા.