/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/anant-radhika-wedding-1.jpg)
મહા આરતીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રૈન્ડ એન્ટ્રી, જુઓ વીડિયો
Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગઇકાલ 3 માર્ચના રોજ પ્રી વેડિંગ સેરેમનીનો અંતિમ દિવસ હતો. ત્રણ દિવસથી ગુજરાતના જામનગર ખાતે ભવ્ય સેલિબ્રેશન ચાલી રહ્યું હતું . હવે ત્રીજા દિવસની ઉજવણીની તસવીર અને વીડિયો તીવ્ર ગતિએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મહા આરતીની ઝલક સામે આવી છે.
આ વીડિયોમાં દુલહ્ન રાઘિકા મર્ચન્ટનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મહા આરતીમાં રાધિકા મર્ચન્ટ ખુબ જ સુંદર પોશાકમાં નજર આવી રહી છે. તેણે લાઇટ કલરની ચળિયાચોળી પહેરી હતી. આ સાથે તેણે ડાયમંડની જ્વેલરી પહેરી હતી. જે તેની લૂકની શોભા વધારી રહી હતી.
આ ઉપરાંત વીડિયોમાં રાધિકા મર્ચન્ટ બ્રાઈડલ વોક કરતી વખતે તેના ભાવિ વર અનંત પાસે જતી જોવા મળે છે. અંબાણી પરિવારની વહુએ તેમના પ્રી-વેડિંગ બેશના છેલ્લા દિવસે અનંત અંબાણી સાથે શાહી એન્ટ્રી કરી હતી. વીડિયોમાં બંને એકબીજાના હાથ પકડેલા જોઈ શકાય છે.
તો જાહ્નવી કપૂરની પણ એક ઝલક જોવા મળી હતી. જાહ્નવી કપૂર મહા આરતીના અવસર પર પીચ કલરની સાડીમાં નજર આવી હતી.
મહા આરતી દરમિયાન સેલેબ્સ પણ ઘણા ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા. ગૌરી ખાન બ્લુ કલરના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો શાહરૂખ ખાન સફેદ શેરવાનીમાં મહા આરતીમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં ફિલ્મ કલાકારોની સાથે અનેક વિદેશી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. જેમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ વગેરે સામેલ છે. આવી સ્થિતિમાં


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us