Anant Radhika In Jamnagar : અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટએ (Radhika Merchant) શુક્રવારે 12 જુલાઈ 2024 ના રોજ ભવ્ય આયોજન સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા છે. તેઓએ જામનગરથી પ્રિ વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત કરી હતી. ત્યારબાદ યુરોપમાં ક્રુઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે 14 જુલાઈ 2024 ના રોજ કપલનું રિસેપ્શન કરવામાં આવ્યું હતું. લગ્ન કર્યા બાદ પોતાના વતન જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ભવ્યનું સ્વાગત કરવામાં આવ્યું છે.
જામનગરમાં નવદંપતીનું ભવ્ય સ્વાગત
મુકેશ અંબાણી નો દીકરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગનું સેલિબ્રેશન શરૂ થયું ત્યારે ગુજરાતના જામનગરમાં દેશ વિદેશથી સેલેબ્સને આવ્યા હતા. ત્યાં, ફેમસ સીંગર રીહાન્નાએ પરફોર્મન્સ આપ્યું હતું અને પ્રેક્ષકોનું પણ મનોરંજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Anant Radhika Wedding : અંબાણી પરિવાર દ્વારા કર્મચારીઓ માટે ભવ્ય રિસેપ્શન આયોજન, અક્ષય કુમાર પત્ની સાથે હાજર
12 જુલાઈના રોજ મુંબઈમાં લગ્ન કર્યા પછી અને ઘણી સેરેમની કર્યા બાદ નવ-પરિણીત યુગલ આખરે તે સ્થાને પહોંચી ગયું છે જ્યાં આ બધું શરૂ થયું હતું. વાયરલ વીડિયોમાં, કપલ સ્ટેજના છેડા તરફ ચાલતા જોઈ શકાય છે, તેમના લગ્ન પછી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરનારા લોકોનું અભિવાદન કરે છે.
આ પણ વાંચો: Anant Ambani- Radhika Merchant Reception : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ રિસેપ્શન, સ્ટાર્સનો જમાવડો
અન્ય વિડીયોમાં, દંપતી એક લક્ઝરી કારની ટોચ પર જોઈ શકાય છે, આ દરમિયાન લોકો તેમના આગમનની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ કપલને ગુલાબની પાંખડીઓ વરસાવતા કપલનું ભવ્ય સ્વાગત કરતા દેખાય છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વિશે
મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપનારા કેટલાક સેલેબ્સે તેને ‘જાદુઈ’ ગણાવ્યું હતું. 12 જુલાઈના રોજ દંપતીએ લગ્ન કર્યા, ત્યારે રણવીર સિંહે, અનન્યા પાંડે, શનાયા કપૂર, અર્જુન કપૂર, અનિલ કપૂર, જાહ્નવી કપૂર, શિખર અને વીર પહરિયા જેવા સ્ટાર્સે મન મૂકીને ડાન્સ કર્યો હતો.
બીજા દિવસે કપલના ‘આશીર્વાદ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 14 જુલાઈના રોજ લગ્નનું ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું.