Anant Radhika Haldi Ceremony: બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઇએ સાત ફેરા લેશે. હિન્દુ રીતિ રિવાજ મુજબ અનંત અને રાધિકાના લગ્નની વિધિઓ શરુ થઇ છે. હાલમાં જ હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી.જેમાં બોલીવુડ સ્ટાર્સ જોડાયા હતા. મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, સારા અલી ખાન, રણવીર સિંહ, સલમાન ખાન, જાન્હવી કપૂર, અનન્યા પાંડે, રકુલ પ્રીત સિંહ સહિત સેલિબ્રિટી હાજર રહી હતી.
અનંત રાધિકા હલ્દી સેરેમની આઉટફિટ
અનંત રાધિકા પ્રી વેડિંગ ચાલી રહ્યું છે. ગ્રહ શાંતિ પૂજા બાદ અનંત રાધિકા હલ્દી સેરેમની ભવ્ય રીતે યોજાઇ. જેમાં ઉપસ્થિત બોલિવુડ સ્ટાર્સ વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી દીપી ઉઠી હતી. બંનેએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા હતા. અનંત રાધિકા હલ્દી આઉટફિટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
અનંત રાધિકા હલ્દી સેરેમની : રાધિકા મર્ચન્ટ દેખાઇ પરી જેવી
રાધિકા મર્ચન્ટ હલ્દી સેરેમનીમાં બેહદ સુંદર દેખાઇ. ફુલોથી બનેલા દુપટ્ટા સાથે રાધિકા મર્ચન્ટે પોતાની હલ્દી સેરેમનીમાં ખાસ આકર્ષણ જમાવ્યું. આ લુકમાં તેણી પરી જેવી લાગતી હતી.
અનંત રાધિકા હલ્દી સેરેમની : માનુષી છિલ્લર કિલર લુક
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ હલ્દી સેરેમનીમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર કિલર લુક જોવા મળ્યો હતો. અભિનેત્રી પીળા લહેંગામાં ઘણી સુંદર લાગતી હતી.
Anant Radhika Haldi Ceremony: જાન્હવી કપૂર પીળી સાડી લુક
જાન્હવી કપૂર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હલ્દી સેરેમનીમાં હાજર રહી હતી. બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર પીળી સાડીમાં બેહદ સુંદર લાગતી હતી અને આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Anant Radhika Haldi Ceremony: રણવીર સિંહ પીળા કુર્તામાં સજ્જ
રણવીર સિંહ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હલ્દી સેરેમની પ્રસંગે હાજર રહ્યો હતો. પીળા કુર્તામાં સજ્જ રણવીર સિંહ હલ્દીથી લથપથ દેખાયો હતો. સાથોસાથ તેણે અહીં પાનનો સ્વાદ માણ્યો હતો.
રેડ મરુન કલરફુલ લહેંગામાં સારા અલી ખાન કિલર લુક
અનંત રાધિકી હલ્દી સેરેમનીમાં સ્ટાર કિડ્સ લાઇમલાઇટમાં રહ્યા હતા. જેમાં એક સારા અલી ખાન પણ હતી. સારા અલી ખાન રેડ મરુન કલરફુલ લહેંગામાં ઘણી આકર્ષક લાગતી હતી.
અનંત રાધિકા હલ્દી સેરેમનીમાં સલમાન ખાન, રકુલ પ્રીત સિંહ, અર્જૂન કપૂર, કાકા અનિલ અંબાણી સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.