Anant Ambani Radhika Merchant Post Wedding Celebration In London: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની ઉજવણી હજી સમાપ્ત થઇ નથી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ મહિને 12 જુલાઈએ થયા હતા. અનંત રાધિકાના લગ્નની ઉજવણી લાંબા સમય સુધી ચાલી હતી, જેમાં જામનગરમાં પ્રી-વેડિંગ પાર્ટીથી માંડીને ઇટાલીમાં ક્રુઝ પાર્ટી અને ત્યારબાદ હલ્દી, મહેંદી, સંગીત, લગ્નની ઉજવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ડ વેડિંગ બાદ પણ રાધિકા અને અનંતે પોતાના સ્ટાફ અને વર્કર્સ માટે રિસેપ્શન પણ રાખ્યું હતું.
અનંત રાધિકા લગ્ન: પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન 2 મહિના ચાલશે
લોકોના મનમાં એક સવાલ હતો કે અનંત રાધિકા નું વેડિંગ સેલિબ્રેશન ક્યારે સમાપ્ત થશે, પરંતુ લાગે છે કે અંબાણી પરિવાર હજુ પણ આ સેલિબ્રેશન પુરું કરવાના ઈરાદામાં મૂડમાં. ધ સનના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ લંડનમાં 7 સ્ટાર હોટલ બુક કરાવી છે. આ હોટલને અંબાણીએ 2 મહિના માટે એટલે કે સપ્ટેમ્બર સુધી બુક કરાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનંત રાધિકાના લગ્ન પછીનું ફંક્શન અહીં હશે અને આ સેલિબ્રેશનમાં ઘણા વિદેશી મહેમાનો જોડાઈ શકે છે.
અનંત રાધિકા પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનમાં અનેક જાણીતી બ્રિટિશ હસ્તીઓ હાજરી આપશે. મીડિયા રિપોર્ટ અનુસાર અંબાણીએ લંડનની 7 સ્ટાર હોટલ સ્ટોક પાર્ક બુક કરાવી છે. તેને અંબાણીએ વર્ષ 2021માં પણ લીઝ પર લીધી હતી. હવે આ હોટલમાં તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન યોજાશે. ‘ધ સન’ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર સુધી આ ગ્રાન્ડ 7 સ્ટાર હોટલ બુક કરાવી છે.
અનંત રાધિકાના લગ્નની ચર્ચા પણ દુનિયાભરમાં થઈ હતી. આ લગ્ન અને તેના પ્રી વેડિંગ ફંક્શનમાં ઘણા હોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને બિઝનેસમેન હાજર રહ્યા હતા. રિહાનાએ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. આ ફંક્શનમાં માર્ક ઝુકરબર્ગે પણ હાજરી આપી હતી. લગ્નના ફંક્શનમાં જસ્ટિન વેબરે પર્ફોમન્સ આપ્યું હતું. આ સાથે જ આ લગ્નમાં ફિફા વર્લ્ડ કપના ચેરમેનથી લઇને યુકેના પૂર્વ વડાપ્રધાન પણ સામેલ થયા હતા.
અનંત રાધિકા પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન
અનંત રાધિકા ના લગ્ન બાદ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન લંડનની 7 સ્ટાર હોટેલમાં થશે. આ સેલિબ્રેશનમાં બ્રિટનના શાહી પરિવારના સભ્યો અને પૂર્વ પીએમ બોરિસ જોન્સન જેવી હસ્તીઓ સામેલ થઈ શકે છે. ધ સનના એક સૂત્રના જણાવ્યા અનુસાર, અંબાણી પરિવારે બે મહિના સુધી સંપૂર્ણ વેન્યૂ બુક કરવામાં કોઈ કસર છોડી નથી. અનંત રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારના તમામ સભ્યો સપ્ટેમ્બર સુધી ચાલનારી અનેક અલગ અલગ પાર્ટીઓમાં જોડાશે.
આ પણ વાંચો | ના સિલ્ક ના શાટીન રાધિકા મર્ચન્ટ એ પહેર્યો ખાસ લહેંગો, ખાસિયત જાણી રહી જશો દંગ
લંડનની હોટલમાં અનંત રાધિકનું પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન
હોટલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, હોટલ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવી છે. સ્ટોક પાર્ક હોટેલ એક લક્ઝુરિયસ હોટલ છે, જે ગોલ્ફિંગ એસ્ટેટ ધરાવે છે, જે લંડનના બકિંગહામશાયરમાં ઐતિહાસિક પાર્કલેન્ડની 300 એકરની અંદર આવેલી છે.