Anant Ambani Radhika Merchant pre wedding : અનંત અંબાણી રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માં 2500 થી વધુ વાનગીઓ પીરસાશે

Anant Ambani-Radhika Merchant Pre-wedding : અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં વિશ્વભરના દિગ્ગ્જ્જો આવશે. તેમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઇ જેવી હસ્તીઓ સામેલ છે.

Anant Ambani-Radhika Merchant Pre-wedding : અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં વિશ્વભરના દિગ્ગ્જ્જો આવશે. તેમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઇ જેવી હસ્તીઓ સામેલ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
અનંત રાધિકા વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો અદભૂત ડાન્સ, વીડિયો વાયરલ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ વેડિંગ સેલિબ્રેશ : Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar

Anant Ambani-Radhika Merchant Pre-wedding : મુકેશ અંબાણી (Mukesh Ambani) ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) (ભારતીય ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી) ના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારથી જ આ અંગે ભારે હોબાળો મચી ગયો છે. મહેમાનોની લિસ્ટથી લઈને ફૂડ સુધીની ચર્ચા થઇ રહી છે.

Advertisment
Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar gujarati news
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ વેડિંગ સેલિબ્રેશ : Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar

અનંત અને રાધિકાએ ગયા વર્ષે જાન્યુઆરીમાં પરંપરાગત રીત રિવાજો સાથે સગાઇ કરી હતી. તેમના લગ્ન 12 જુલાઈ, 2024 ના રોજ થવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, તેમનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન 1-3 માર્ચ દરમિયાન જામનગર (ગુજરાત)માં યોજાશે, જ્યાં 1,000 જેટલા મહેમાનો આ પ્રસંગમાં આવશે. પ્રી-વેડિંગ ફૂડ વિશે વાત કરીએ તો, એવા અહેવાલો છે કે ઇન્દોરના 21 શેફની ટીમ મહેમાનો માટે ભોજન તૈયાર કરશે, અને આ ત્રણ દિવસ આ સેલિબ્રેશનમાં ભાગ લેનારા લોકો માટે બેસ્ટ ફૂડ ટ્રીટ હશે.

આ પણ વાંચો: Amar Singh Chamkila : દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપરાની ‘અમર સિંહ ચમકીલા’ એપ્રિલમાં રિલીઝ થશે

Advertisment

જાર્ડિન હોટેલમાંથી શેફને જોડવામાં આવ્યા છે અને આ 21 શેફમાંથી, માત્ર એક પુરૂષ શેફ છે, જ્યારે અન્ય 20 તમામ મહિલાઓ છે. જાર્ડિન હોટેલના ડિરેક્ટરે મીડિયા પ્રકાશન સાથે શેર કર્યું હતું કે આ 3-દિવસીય પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ દરમિયાન 2500 થી વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવશે અને તેમાં જાપાનીઝ, થાઈ, મેક્સિકન અને પારસી થાળીની સાથે પાન એશિયન ભોજનનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: પંકજ ઉધાસ બનવા માંગતા હતા ડોક્ટર, આવી રીતે થઇ હતી સંગીતની દુનિયામાં એન્ટ્રી

નાસ્તમાં 75 પ્રકારની ડીશ, બપોરના ભોજનમાં 225 થી વધુ પ્રકારની વાનગીઓ, ડિનરમાં 275 પ્રકારની ડીશ અને મીડનાઈટ માટે 85 પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે. મહહમાનો માટે ખાસ ઇન્દોરી સરાફા ફૂડ કાઉન્ટર હશે, જેમાં ઇન્દોરી કચોરી, ભુટ્ટુ કા કિસ, ઉપમા, ઇન્દોરી પોહા, ખોપરા પેટીસ અને જલેબી જેવી ઇન્દોરી રેસિપી આવરી લેવામાં આવશે. ઇન્દોરી શેફ રિયલ સ્વાદિષ્ટ ઇન્દોરી મસાલા લઈને આવશે.

મહેમાનોની લિસ્ટની વાત કરીએ તો, વિશ્વભરના દિગ્ગ્જ્જો પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં આવશે. તેમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઇ, માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સ વગેરે હસ્તીઓ સામેલ છે.

અનંત અંબાણીએ નીતા અંબાણીથી પ્રભાવિત થઇ પ્રાણી આશ્રય 'વંતારા' શરૂ કર્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે 'વંતારા' લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનું ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં ઘાયલ થયેલ અને ભયગ્રસ્ત પ્રાણીઓને બચાવવા, સારવાર, સંભાળ અને પુનર્વસન કરવાનો છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીની - આ પહેલને વિશ્વનું સૌથી મોટું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર માનવામાં આવે છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ