Radhika Merchant Anant Ambani Wedding : દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી જૂલાઇ મહિનામાં રાધિકા મર્ચેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. હવે અનંત-રાધિકાના લગ્નની તારીખે કન્ફર્મ થઇ ગઇ છે.

મળતી માહિતી અનુસાર, અનંત અંબાણી અને રાઘિકા મર્ચેન્ટ 12 જુલાઇના રોજ લગ્ન કરશે. આ વખતે અંબાણી પરિવારના આ લગ્ન દેશની બહાર નહીં પરંતુ ભારતમાં જ થશે તેવા પણ સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.
અત્યાર સુધી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, આ વખતે અંબાણી પરિવારના આ લગ્ન દેશની બહાર લંડનમાં અને સંગીત અબુ ધાબીમાં થશે. જો કે હવે એવા સમાચાર છે કે અનંત-રાધિકા મુંબઇમાં જ ભવ્ય લગ્ન કરશે. પરંતુ આ અંગે હજુ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચ મહિનામાં શરૂ થયું હતું, જેનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રી-વેડિંગ ફંક્શનમાં દુનિયાભરની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટનું બ્રાઈડલ શાવર પણ થયું હતું. રાધિકાના બ્રાઈડલ શાવરનું આયોજન તેના BFF જ્હાનવી કપૂરે કર્યું હતું, જેની તમામ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.





