Anant Ambani Radhika Merchant Wedding Photo And Video : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે. અંબાણી પરિવારના ત્રણ દિવસ સુધી ચાલનાર આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં સેલિબ્રિટ જામનગરમાં આવ્યા છે. મહેમાનો માટે જામનગરમાં એક લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે. આ સેલિબ્રેશનમાં જાણીતા કલાકાર પર્ફોમન્સ પણ આપશે. આ સેલિબ્રેશનના વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના કપલ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.
અનંત રાધિકાના વેડિંગમાં મુકેશ અંબાણી – નીતા અંબાણીનો કપલ ડાન્સ
અનંત રાધિકા વેડિંગના પ્રી સેલિબ્રેશનના વીડિયો વાયરલ થયા છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ડાન્સ કરી રહ્યા છે.

પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સ્ટેજ પર એક સુંદર કપલ ડાન્સ કર્યો છે. આ દરમિયાન તેમની સાથે સ્ટેજ પર અન્ય પાર્ટનર પર ડાન્સ કરી રહ્યા છે. સ્ટેજની પાછળ લાગેલી વિશાળ સ્કીન પર બંને કપલનો અગાઉ શુટ કરાયેલો એક વીડિયો પ્લે થઇ રહ્યો છે.
પ્યાર હુઆ ઈકરાર હુઆ… ગીત પર મુકેશ અંબાણી – નીતા અંબાણીનો ડાન્સ
અનંત રાધિકાના વેડિંગ સેલિબ્રેશનના પ્રથમ દિવસ મુકેશ અંબાણી – નીતા અંબાણીએ સુંદર કપલ ડાન્સ કર્યો છે. અંબાણી દંપત્તિએ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને ડિરેક્ટર રાજકપૂરના લોકપ્રિય ગીત પ્યાર હુઆ ઈકરાર હુઆ ગીત પર ડાન્સ કર્યો છે. આ ફિલ્મ વર્ષ 1955માં રિલિઝ થયેલી શ્રી420 ફિલ્મનું છે. આ ફિલ્મમાં રાજકપૂર અને નરગિસ છે. પ્યાર હુઆ ઈકરાર હુઆનું રોમેન્ટિક ગીતમાં રાજકપૂર અને નગરિસ પર શુટ કરવામાં આવ્યું છે.
અનંત રાધિકા આ તારીખ ખાસ શુભ મુહૂર્તમાં લગ્ન કરશે
અનંત અને રાધિકાના લગ્ન માટે અંબાણી પરિવારે પસંદ કરેલી તારીખ, 12 જુલાઈ, 2024, સાંસ્કૃતિક અને જ્યોતિષીય મહત્વ ધરાવે છે. ગુરુવારે આવનાર આ દિવસ, પરંપરાગત રીતે લગ્નો માટે શુભ માનવામાં આવે છે, જે હિન્દુ માન્યતાઓ અનુસાર સમૃદ્ધિ અને વૈવાહિક આનંદના આશીર્વાદ આપે છે. ગુરુ ગ્રહ બૃહસ્પતિ સાથે સંકળાયેલો છે, જે વિસ્તાર, જ્ઞાન અને સૌભાગ્યનું પ્રતીક છે. આવી દિવ્ય ઉર્જાઓ સાથેની શક્તિઓનું જોડાણ દંપતીના ભાવિ માટે સારું છે.
આ પણ વાંચો | અનંત રાધિકા પ્રી વેડિંગ : મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરાઇ, જૂઓ વીડિયો
અનંત અને રાધિકાના લગ્નનું પવિત્ર મુહૂર્ત
સમારંભ માટે પસંદ કરેલ ચોક્કસ મુહૂર્ત 13 જુલાઈ, 2024 ના રોજ સવારે 05:15 થી 05:32 સુધીનુ છે. જે શુભ સમય પસંદ કરવાની પ્રાચીન પ્રથાનું પાલન છે, જેને મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ સુમેળભર્યા અને સમૃદ્ધ મિલન માટે અનુકૂળ છે, તેની ખાતરી કરવા માટે જ્યોતિષીઓ દ્વારા આ સમયગાળાની કાળજીપૂર્વક ગણતરી કરવામાં આવે છે. આ એ ક્ષણને ચિહ્નિત કરે છે, જ્યારે લગ્ન જેવી મહત્વપૂર્ણ જીવનની ઘટનાઓ શરૂ કરવા માટે બ્રહ્માંડની ઊર્જાને સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે.





