Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani Radhika Merchant Wedding) ને હવે ગણતરીના દિવસો બાકી છે. અનંતા રાધિકા 12 જૂનના રોજ લગ્નના તાંતણે બંધાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનંત રાધિકા (Anant Radhika) ના લગ્ન પ્રી-વેડિંગ કરતા પણ ભવ્ય હશે. લગ્નમાં અનેક ભારતીય અને વિદેશી સિતારા મહેફિલ લૂંટશે. આટલું જ નહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શન માટે અલગ-અલગ પ્રકારના સ્પેશિયલ આઉટફિટ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વેડિંગ ફંક્શન પણ ઘણા દિવસો સુધી ચાલશે, જે અલગ-અલગ થીમ પર આધારિત હશે. જે પૈકી એક આઉટફિટની ઝલક ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર શેર કરીને ધૂમ મચાવી છે.
રાધિકા મર્ચન્ટનો ડ્રેસ વિદેશી ડિઝાઈનર ગ્રેસી લિંગોએ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ડ્રેસ તૈયાર કરવામાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરેખર તો રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં ઘણી અલગ-અલગ થીમ પાર્ટીઓ હશે. તેમાંથી એક સ્પેસ થીમ પાર્ટી છે. આ ખાસ આઉટફિટ તેના માટે તૈયાર કરાયો છે.
આ ડ્રેસની તસવીરો શેર કરીને, ગ્રેસી લિંગોએ લખ્યું, ‘આ લુક રાધિકા મર્ચન્ટની સ્પેસ-થીમ આધારિત લગ્નની પાર્ટી માટે બનાવવામાં આવ્યો છે. આ દ્રશ્ય ગેલેક્ટીક રાજકુમારી દર્શાવશે. આ ડ્રેસને ફ્રેબિક ઇફેક્ટ, 3D-કોતરણી અને શિલ્પ સાથે એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં 30 કારીગરો કામે લાગ્યા હતા.
આ ગોલ્ડન કલરના મેટાલિક ડ્રેસ એકદમ યુનિક અને અલગ લાગે છે. તેને ફ્લેર્ડ સ્કર્ટ સાથે પેર કરવામાં આવશે, જેમાં સાટિન ફ્લોય ફિનિશ હશે. જે પહેલી તસવીર સામે આવી છે, તેમાં તમે જોઈ શકો છો કે તેને તેના કવરની અંદર રાખવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે કે આ ડ્રેસ ગ્રેસી લિંગોએ રાધિકા માટે તૈયાર કર્યો છે. બીજી તસવીરમાં સ્ટાઇલિંગ સ્કેચ જોઈ શકાય છે અને ત્રીજી તસવીરમાં ડ્રેસને ખુરશી પર બે ટુકડામાં રાખવામાં આવ્યો છે.